છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૫૪૪ કેસ

છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી

અમદાવાદ, તા. ૧૦

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેના પગલે કોરોનાનું સંક્રમણ ઓછું થતું જોવા મળી રહ્યું છે. આ સાથે કોરોના સંક્રમણના દૈનિક આંકડાઓમાં પણ ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં આંકડાઓની વાત કરીએ તો રાજયમાં નવા ૫૪૪ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ વ્યક્તિઓ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યાં હતાં. ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ ૨,૬૮,૪૮૫ વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ ૧૫૦૫ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર ૯૭.૨૩ ટકા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૮૬, વડોદરા કોર્પોરેશનમાં ૬૧, સુરત કોર્પોરેશનમાં ૬૦, વડોદરામાં ૩૭, સુરતમાં ૨૯, ગીર સોમનાથમાં ૨૩, ભરૂચમાં ૨૨, જુનાગરમાં ૨૧, જામનગર કોર્પોરેશનમાં ૧૭, રાજકોટ કોર્પોરેશનમાં ૧૬, નવસારીમાં ૧૫ કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત આણંદમાં ૧૨, બનાસકાંઠામાં ૧૨, અરવલ્લીમાં ૧૧, પંચમહાલમાં ૧૧, અમરેલીમાં ૧૦, ખેડામાં ૧૦, મહિસાગરમાં ૧૦, રાજકોટમાં ૧૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં ૧૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. આ સાથે છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના કેસો

                ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આજે વધુ ૫૪૪ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર      કેસ

અમદાવાદ કોર્પોરેશન           ૮૭

વડોદરા કોર્પોરેશન   ૬૧

સુરત કોર્પોરેશન     ૬૦

વડોદરા   ૩૭

સુરત      ૨૯

ગીર સોમનાથ       ૨૩

ભરુચ     ૨૨

જુનાગઢ  ૨૧

જામનગર કોર્પોરેશન            ૧૭

રાજકોટ કોર્પોરેશન  ૧૬

નવસારી  ૧૫

આણંદ    ૧૨

બનાસકાંઠા           ૧૨

અરવલ્લી ૧૧

પંચમહાલ            ૧૧

અમરેલી  ૧૦

ખેડા       ૧૦

મહીસાગર           ૧૦

રાજકોટ  ૧૦

કચ્છ       ૯

મહેસાણા ૯

વલસાડ   ૯

જુનાગઢ કોર્પોરેશન ૬

પોરબંદર  ૬

જામનગર ૫

અમદાવાદ           ૪

દેવભૂમિ દ્વારકા     ૪

સાબરકાંઠા           ૪

દાહોદ    ૩

ગાંધીનગર            ૩

ગાંધીનગર કોર્પોરેશન           ૨

મોરબી    ૨

ભાવનગર            ૧

ભાવનગર કોર્પોરેશન            ૧

બોટાદ    ૧

પાટણ     ૧

તાપી      ૧

કુલ        ૫૪૪

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449