જૂનાગઢ : સફાઇ કર્મી. ર૦૦ મહિલાને ઓર્ડર નહી મળતાં મ્યુ. કમિશ્નરને રજુઆત

જુનાગઢ તા. ૧૦

જૂનાગઢ શહેરમાં વુમન પાવર સ્વસહાય જુથની ૨૦૦ મહિલાઓને સફાઇ કર્મચારીના ઓર્ડર નહીં મળતા આગામી ૨૪ કલાકમાં ન્યાય આપવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.       શહેરમાં ૩૦ મંડળના ૩૦૦ મહિલાઓને ગઈકાલે સફાઇ કર્મચારીના ઓર્ડર આપી રોજગારી આપવામાં આવી હતી. જ્યારે ૨૦ મંડળની ૨૦૦ મહિલાઓને સફાઇ કર્મચારીના ઓર્ડર ન મળતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમરાને રજૂઆત કરી હતી કે, આ ૩૦૦ મહિલાઓને લાગવગથી ઓર્ડર આપવામાં આવ્યા છે. અને જેઓના ઘરમાં કોઇ કમાનાર નથી તેવી જરુયિાતમંદ મહિલાઓને રોજગારી આપવામાં આવી નથી. ત્યારે આગામી ૨૪ કલાકમાં આ તમામ મહીલાઓને ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449