જૂનાગઢના ઐતિહાસિક સુદર્શન બંધ સેતુને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવાની દરખાસ્ત મોકલવા રજૂઆત

જુનાગઢ તા. ૧૦

 જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસિક્તા નદી અને પલાશિની નદી (લુપ્ત થઇ ગયેલ) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સુબા પુષ્પગતે બંધાવેલ. આ બંધના કારણે તળાવમાં પાણી નો સંગ્રહ થયો તે તળાવને તેણે ’સુદર્શન’ નામ આપેલું. આ પછી મૌર્ય સમ્રાટ અશોક ના વખતમાં તેના સુબા યવનરાજ તુષાસ્ફ ખેતીની સિંચાઇ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી. આ બંધનું કામ એટલું મજબુત હતું કે, સાડા ચારસો વર્ષ સુધી ટકી શક્યો પરંતુ શક સવંત ૭૨ના માગશર માસની વદ એકમે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઈ, જેને પરિણામે ગિરનારમાંથી નીકળતી સુવર્ણસિકતા અને પલાશિની નદીઓમાં ભારે પુર આવતા તે તૂટી પડ્યું. ત્યારબાદ મહાક્ષત્રપ રુદ્રાદમન સુબા પહલવ સુવિશાએ જલ્દીથી નિર્ણય લઈ, લોકો પાસેથી કોઇપણ જાતના વધારાના કરવેરા કે વેઠ લીધા સિવાય આ બંધને ફરી વખત બંધાવ્યો. આ બંધ પહેલા કરતા પણ લંબાઈ અને પહોળાઈ માં ત્રણ ગણો મજબૂત બન્યો હતો આ સંદર્ભમાં પુરાતત્વીય, સાહિત્યક અને અન્ય આધારભૂત પુરાવો પણ ઉપલબ્ધ હોય. આ બંને સ્થળને હાલમાં વર્લ્ડ હેરિટેજ ઈરીગેશન સ્ટ્રકચર દરજ્જો પ્રાપ્ત થતા ભારતની પ્રથમ સાઇટ બની ગઈ છે. હવેથી આ બન્ને સ્થળ ઇન્ટરનેશનલ કમિશન એન્ડ ડ્રેમેજ દ્વારા જાળવણી કરવામાં આવે છે. આ બન્ને સ્થળ કરતાં જૂનાગઢનું ’સુદર્શન’ તળાવ, સેતુ, સમય, સ્થાન, ક્રમ અને બાંધકામ ઈ.સ. પૂ. ૨ સદીથી ઈ.સ.૪ સદીમાં (અલગ અલગ સમયે નિર્માણ અને પુનઃ નિર્માણ) નિર્માણ થયેલ છે. ત્યારે આ બંને સ્થળને જો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળી શકતું હોય તો જૂનાગઢના ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાની શક્યતા વધી જાય છે. જે અંગેના પુરાતત્વીય, સાહિત્યક અને અન્ય આધારભૂત પુરાવાઓ ઉપલબ્ધ છે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળ ને વિશ્વ વિરાસતની (વર્લ્ડ હેરિટેજ) કે વર્લ્ડ હેરિટેજ ઈરીગેશન સ્ટ્રક્ચરની યાદીમાં સ્થાન પ્રાપ્ત થાય તે અંગેની દરખાસ્તો મોકલવામાં આવે તો ઈતિહાસના નવા પ્રકરણનો ઉમેરો થશે. તેમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કન્વીનર અને ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના કન્વીનર પ્રદિપ ખીમાણીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449