ધાર્મિક નગરી જૂનાગઢમાં આજથી તમામ મંગલ મંદિરના દ્વાર ભક્તજનો માટે ખુલ્લા મુકાશે.

          જુનાગઢ તા. ૧૦

 જૂનાગઢ શહેર અને ગીરનાર ક્ષેત્રમાં અને શહેરમાં આવેલા તમામ ધાર્મિક ક્ષેત્રો અને મંગલ મંદિરના દ્વાર આવતીકાલથી ભક્તજનો માટે ખુલ્લા મુકાશે. છેલ્લા દોઢ માસથી સાવચેતી અને તકેદારીના ભાગરુપે તમામ ધર્મ ક્ષેત્રો કોરોનાને કારણે બંધ રહ્યા હતા. ત્યારે સરકારની સૂચના અનુસાર આવતીકાલથી મંદિરના દ્વાર ખૂલી રહ્યા છે ત્યારે  ભાવિકો કાલથી દર્શનનો લાભ લેતા થશે.

           જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ભુતનાથ મહાદેવ મંદિર, ભવનાથ મહાદેવ મંદિર, દાતાર બાપુની જગ્યા, ગીરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજી, ભગવાન દત્તાત્રેયનું મંદિર, વાઘેશ્વરી માતાજીનું મંદિર સહિતના શહેરના અને ભવનાથ ક્ષેત્રમાં આવેલ તમામ ધાર્મિક ક્ષેત્રો આવતીકાલથી સરકારની ગાઈડલાઈન મુજબ ભાવિકો માટે ખુલી રહ્યા છે, ત્યારે ભક્તજનોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

        જૂનાગઢ શહેર સહિત જિલ્લાના વિવિધ સંપ્રદાય સમાજના ધર્મગુરુ, સાધુ-સંતો તેમજ હિંદુ, મુસ્લિમ સમાજના તેમજ વૈષ્ણવ આચાર્યો અને જુદા જુદા સ્થાનોના વડાઓએ સરકારને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો અને ધાર્મિક સ્થળો છેલ્લા દોઢેક માસથી બંધ રાખેલા હતા. દરમિયાન લોકો ઘરે રહીને લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ અથવા ટીવી ચેનલ મારફતે નિહાળી દર્શનનો લાભ લેતા હતા. ત્યારે આવતીકાલથી ધાર્મિક ક્ષેત્રના મંગલ દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકાશે. જેને લઇને ભાવિકોમાં હેતની હેલી પ્રસરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449