MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

સીપીઓમાં ૪૦,૯૪૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈ

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટન, મેન્થા તેલ, કપાસમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં ૮૮ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૯૬ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૪૯,૩૧૯ સોદાઓમાં કુલ રુ.૧૧,૭૩૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૮૮ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૧૯૬ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૭૬,૯૧૬ સોદાઓમાં કુલ રુ.૪,૫૫૯.૦૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૪૯,૨૮૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૪૯,૩૯૯ અને નીચામાં રુ.૪૯,૦૬૮ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૮૯ અથવા ૦.૧૮ ટકા ઘટી રુ.૪૯,૧૦૯ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રુ.૯ અથવા ૦.૦૨ ટકા ઘટી રુ.૩૯,૨૫૨ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રુ.૭ અથવા ૦.૧૪ ટકા ઘટી રુ.૪,૮૪૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રુ.૪૯,૦૧૬ ખૂલી, રુ.૭૮ અથવા ૦.૧૬ ટકા ઘટી રુ.૪૮,૮૯૭ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૭૨,૨૪૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૭૨,૭૮૯ અને નીચામાં રુ.૭૨,૨૪૯ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૩૩૬ અથવા ૦.૪૭ ટકા વધી રુ.૭૨,૩૩૫ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રુ.૩૪૧ અથવા ૦.૪૭ ટકા વધી રુ.૭૨,૩૬૧ અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રુ.૩૩૭ અથવા ૦.૪૭ ટકા વધી રુ.૭૨,૩૫૬ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૩૬,૧૩૯ સોદાઓમાં કુલ રુ.૨,૦૫૮.૬૩ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરુઆતમાં રુ.૫,૧૦૪ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૫,૧૭૧ અને નીચામાં રુ.૫,૦૯૮ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રુ.૪૩ અથવા ૦.૮૪ ટકા વધી રુ.૫,૧૬૩ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રુ.૯ અથવા ૩.૯૩ ટકા વધી રુ.૨૩૮.૨૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪,૨૧૨ સોદાઓમાં રુ.૫૩૦.૫૦ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સત્રની શરુઆતમાં રુ.૧૩૧૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૩૧૭ અને નીચામાં રુ.૧૩૦૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૨ અથવા ૦.૧૫ ટકા ઘટી રુ.૧૩૦૯.૫૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે રુ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રુ.૨૪,૨૭૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૨૪,૨૭૦ અને નીચામાં રુ.૨૩,૬૨૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૩૭૦ અથવા ૧.૫૩ ટકા ઘટી રુ.૨૩,૮૫૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રુ.૧૦૮૩ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રુ.૧૦૮૫.૯૦ અને નીચામાં રુ.૧૦૩૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રુ.૪૯.૬૦ અથવા ૪.૫૫ ટકા ઘટી રુ.૧૦૪૧.૨૦ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રુ.૧૭,૨૦૭ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૦.૩૦ અથવા ૦.૦૩ ટકા ઘટી રુ.૯૫૨ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૨૪૫ સોદાઓમાં રુ.૨,૧૭૧.૯૧ કરોડનાં ૪,૪૧૨.૨૯૪ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૬૦,૬૭૧ સોદાઓમાં કુલ રુ.૨,૩૮૭.૧૩ કરોડનાં ૩૨૮.૮૦૭ ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૪ સોદાઓમાં રુ..૧૦ કરોડનાં ૧૬ મેટ્રિક ટન અને રુ (કોટન)ના વાયદાઓમાં ૯૫૪ સોદાઓમાં રુ.૯૫.૧૧ કરોડનાં ૩૯,૩૭૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૩,૧૧૬ સોદાઓમાં રુ.૪૩૦.૯૩ કરોડનાં ૪૦,૯૪૦ મેટ્રિક ટન નાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૪૨૪.૬૨૮ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૭૧.૧૯૩ ટન, એલ્યુમિનિયમ ૧૬,૧૨૦ ટન, જસત ૧૪,૩૨૦ ટન, તાંબુ ૧૨,૬૦૨.૫૦૦ ટન, નિકલ ૩,૪૨૪.૫૦૦ ટન, સીસું ૬,૯૦૫ ટન, ક્રૂડ તેલ ૧૨,૯૧,૩૦૦ બેરલ્સ અને નેચરલ ગેસ ૪,૦૯,૦૩,૭૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૨૮ ટન, મેન્થા તેલ ૫૫.૮ ટન, રબર ૨૧૩ ટન, રુ (કોટન) ૧,૯૮,૨૨૫ ગાંસડી, સીપીઓ ૬૭,૮૧૦ ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૮૨૩ સોદાઓમાં રુ.૧૫૧.૯૨ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૯૯૯ સોદાઓમાં રુ.૮૩.૬૧ કરોડનાં ૧,૦૯૩ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૨૪ સોદાઓમાં રુ.૬૮.૩૧ કરોડનાં ૮૯૭ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૦૨૭ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૮૧૫ લોટ્‌સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૬૭ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૩૪૪ અને નીચામાં ૧૫,૨૫૬ના સ્તરને સ્પર્શી, ૮૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૦ પોઈન્ટ અથવા ૦.૦૭ ટકા વધી ૧૫,૨૬૭ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૧૨૭ના સ્તરે ખૂલી, ૧૯૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૯૨ પોઈન્ટ અથવા ૧.૨૭ ટકા વધી ૧૫,૨૬૬ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૯,૧૪૭ સોદાઓમાં રુ.૭૭૮.૬૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૧૧૨.૭૦ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૭૬.૩૬ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રુ.૫૮૭.૭૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રુ.૫૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૪૭૪.૫૦ ખૂલી, ઊપરમાં રુ.૫૧૬ અને નીચામાં રુ.૪૨૧ રહી, અંતે રુ.૨૫.૫૦ અથવા ૫.૫૧ ટકા ઘટી રુ.૪૩૭.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૨,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૧,૩૫૦ ખૂલી, ઊપરમાં રુ.૧,૬૦૦ અને નીચામાં રુ.૧,૩૩૧ રહી, અંતે રુ.૨૬૫.૫૦ અથવા ૨૨.૦૧ ટકા વધી રુ.૧,૪૭૨ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૧૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૮૬ ખૂલી, ઊપરમાં રુ.૧૨૯ અને નીચામાં રુ.૮૨.૮૦ રહી, અંતે રુ.૨૭.૯૦ અથવા ૨૮.૯૧ ટકા વધી રુ.૧૨૪.૪૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રુ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રુ.૨૯૦ ખૂલી, ઊપરમાં રુ.૩૧૮ અને નીચામાં રુ.૨૭૨ રહી, અંતે રુ.૧૭ અથવા ૫.૪૭ ટકા ઘટી રુ.૨૯૪ થયો હતો. જ્યારે ચાંદી જૂન રુ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રુ.૪૦૦ ખૂલી, ઊપરમાં રુ.૪૦૩ અને નીચામાં રુ.૩૨૫ રહી, અંતે રુ.૯૩ અથવા ૧૯.૨૯ ટકા ઘટી રુ.૩૮૯ થયો હતો. ક્રૂડ તેલ જૂન રુ.૫,૧૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રુ.૮૩.૯૦ ખૂલી, ઊપરમાં રુ.૮૬ અને નીચામાં રુ.૬૦ રહી, અંતે રુ.૧૨.૧૦ અથવા ૧૫.૮૪ ઘટી રુ.૬૪.૩૦ થયો હતો.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449