દિગ્ગજ સ્ટાર દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા અપાઈ

૯૮ વર્ષીય દિલિપ કુમારની એક વિશિષ્ઠ પધ્ધતિ પ્લુરલ એસ્પિરેશન પ્રોસિજરથી સારવાર કરવામાં આવી હતી

નવી દિલ્હી, તા. ૧૧

દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારને આજે મુંબઈની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ૯૮ વર્ષીય દિલિપ કુમારને તાજેતરમાં તબિયત બગડી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર બાદ તેમને રજા આપતા તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમને રવિવારે શ્વાસની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના પગલે ચાહકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ પહેલા તેમને ગુરુવારે રજા આપવામાં આવનાર હતી પણ ડોકટરોએ નિર્ણય બદલ્યો હતો. દિલિપ કુમારની એક વિશિષ્ઠ પધ્ધતિથી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જેને પ્લુરલ એસ્પિરેશન પ્રોસિજર કહેવામાં આવે છે. એ પછી તેમની તબિયતમાં સુધારો થયો છે.

સોમવારે દિલિપ કુમારની એક તસવીર પણ બહાર આવી હતી. જોકે કેટલાક લોકોએ હોસ્પિટલમાં તેઓ દાખલ થયા બાદ તેમના નિધનની અફવા પણ ઉડાવી હતી. જેના પગલે દિલિપ કુમારના સોશિયલ મીડિયા એકાન્ટ પર આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ નહીં કરવા માટે અપીલ કરાઈ હતી.

દિલિપ કુમારનો જન્મ ૧૯૨૨માં પાકિસ્તાનમાં થયો હતો. ભારતના ભાગલા થયા બાદ દિલિપ કુમાર ભારતમાં જ રહ્યા હતા. બોલીવૂડ ફિલ્મોમાં તેમની એક્ટિંગના કરોડો ચાહકો છે. તેમને ટ્રેજેડી  કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449