રસીના બે ડોઝ બાદ બોડીમાં ચુંબકીય પ્રભાવ ઊભો થયો

૭૧ વર્ષીય સિનિયર સિટિઝનના શરીર ઉપર સ્ટીલના વાસણો ચોંટી જાય છે, સત્ય જાણવા ડોક્ટર્સ દ્વારા પ્રયાસ

નવી દિલ્હી, તા. ૧૧

દેશભરમાં કોરોના વેક્સીનના ચાલી રહેલા અભિયાન વચ્ચે મહારાષ્ટ્રના નાસિકના એક રહેવાસીએ આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ દાવો કર્યો છે.

૭૧ વર્ષીય સિનિયર સિટિઝન જગન્નાથ સોનારનુ કહેવુ છે કે, વેક્સીનના બે ડોઝ લીધા બાદ હવે મારા શરીરમાં ચુંબકિય પ્રભાવ ઉભો થયો છે. જેના પગલે મારા શરીર પર સ્ટીલના વાસણો ચોંટી જાય છે. સોશિયલ મીડિયા પર આ સિનિયર સિટિઝનનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, શરીર પર સ્ટીલના વાસણો ચોંટી જાય છે.એ પછી હવે ડોકટરો પણ તેની પાછળનુ સત્ય જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જગન્નાથ સોનારે તાજેતરમાં જો વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો.એ પછી તેમનો દાવો છે કે, જ્યારથી બીજો ડોઝ લીધો છે ત્યારથી શરીરમાં મેગ્નેટિક પાવર પેદા થયો છે. પોતાનો દાવો સાબિત કરવા માટે તેમણે જાતે પોતાનો વિડિયો બનાવ્યો છે. જે હવે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે, ચમચી જેવા નાના વાસણો તેમના હાથ પર ચોંટી રહ્યા છે.

તેમનુ કહેવુ છે કે, પહેલી વખત એવુ થયુ ત્યારે મને હતુ કે પરસેવાના કારણે વાસણ ચોંટતા હશે. એટલે હું નહાવા ગયો હતો. નાહીને આવ્યો ત્યારે પણ વાસણો ચોંટવાનુ ચાલુ રહ્યુ હતુ.

સોનારનો દાવો ડોક્ટરો માટે પણ પડાકર છે. ડોકટરનુ કહેવુ છે કે, પહેલા તેમની શારીરિક તપાસ થાય તે પછી જ કોઈ તાપણ પર આવી શકાય. આ અંગેનો એક રિપોર્ટ સ્થાનિક તંત્ર દ્વારા મહારાષ્ટ્ર સરકારને પણ આપવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449