હેલ્થકેર વર્કર્સને રસીનો બીજો ડૉઝ જલદી આપવા રાજ્યોને કેન્દ્રની સલાહ

ન્યુ દિલ્હી,તા.૧૧

કેન્દ્રે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હેલ્થકેર વર્કર્સને કોરોનાવાઇરસ સામેની રસીનો બીજો ડૉઝ જલદી આપવાની સલાહ આપી હતી.

તેણે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સના ધીમા રસીકરણ, ખાસ કરીને બીજો ડૉઝ આપવાના કામની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કેન્દ્રના આરોગ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દેશમાંના રસીકરણના કામની સમીક્ષા કરાઇ હતી.

તેણે જણાવ્યું હતું કે દેશના હેલ્થકેર વર્કર્સને રસીનો પ્રથમ ડૉઝ આપવાની સરેરાશ ૮૨ ટકા છે, જ્યારે બીજા ડૉઝની સરેરાશ માત્ર ૫૬ ટકા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તમિળનાડુ, દિલ્હી અને આસામ સહિતના ૧૮ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં હેલ્થકેર વર્કર્સનું રસીકરણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે.

દેશમાં સરેરાશ ૮૫ ટકા ફ્રંટલાઇન વર્કર્સને રસીનો પહેલો ડૉઝ આપી દેવાયો છે, જ્યારે બીજો ડૉઝ સરેરાશ ૪૭ ટકાને જ અપાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449