હવે કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ ૨૮ દિવસ બાદ લઇ શકાશે

ન્યુ દિલ્હી,તા.૧૧

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે એકવાર ફરી કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. બીજા ડોઝની ગેપ ૨ વાર વધારી દેવામાં આવી, પરંતુ આ વખતે આ ગેપ ઘટાડવામાં આવી છે. આ ફક્ત એમના માટે છે જેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. નવી ગાઈડલાઈન બાદ હવે કેટલીક શ્રેણી માટે ૮૪ દિવસની રાહ જોવાની જરૂરિયાત નથી. હવે ૨૮ દિવસ બાદ પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે. જો કે કોવેક્સિન માટે બે ડોઝની વચ્ચેનું અંતર અત્યારે પણ ૨૮ દિવસ જ છે. તેમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

કોવિશીલ્ડના બંને ડોઝના ગેપમાં ત્રીજીવાર બદલાવ કરવામાં આવ્યો છે. ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશનમાં પહેલા ૨૮ દિવસથી ૪૨ દિવસ સુધીનું અંતર હતુ. પછી ૨૨ માર્ચના આ ગેપ વધારીને ૬-૮ અઠવાડિયા કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ૧૩ મેના આ અંતર ૧૨-૧૬ અઠવાડિયા કરી દેવામાં આવ્યું. સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન એમના માટે છે જેઓ કોવિશીલ્ડનો પહેલો ડોઝ લગાવી ચુક્યા છે અને વિદેશ યાત્રા પર જવાનું છે.

આ વિદેશ યાત્રા અભ્યાસ, રોજગાર અને ઓલમ્પિક ટીમ માટે થઈ શકે છે. આવા લોકોને કોવિશીલ્ડના બીજા ડોઝ માટે ૮૪ દિવસની રાહ નહીં જોવી પડે. તેઓ આ પહેલા પણ બીજો ડોઝ લગાવી શકે છે. આ પહેલા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધુએ મંગળવારના કહ્યું કે, એ લોકોને કોવિશીલ્ડના પહેલા ડોઝના ૨૮ દિવસના અંતરાળ બાદ બીજો ડોઝ આપવામાં આવશે, જેમના માટે વિશેષ કારણોથી વિદેશ જવું જરૂરી છે. સિદ્ધુએ કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમવામાં આવેલા યોગ્ય અધિકારી ૮૪ દિવસ સુધીના નક્કી કરવામાં આવેલા અંતરથી પહેલા પરવાનગી આપતા પહેલા તપાસ કરશે.

તેમણે કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ૨૮ દિવસ પહેલા પ્રથમ ડોઝ લઈ ચુકેલા લોકોને રસી ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે. સિદ્ધુએ નિવેદનમાં કહ્યું કે, આ સંબંધમાં આગળની કાર્યવાહી માટે તમામ ઉપાયુક્તોને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, જેથી મોટાભાગના લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવી શકે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449