રીટા બહુગણા જોશીમાં મારી વાત કરવાની હિંમત નથીઃ સચિન પાયલટ

ન્યુ દિલ્હી,તા.૧૧

પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ સાથે નાતો તોડી નાખીને ભાજપમાં સામેલ થયા બાદ હવે સચિન પાયલટની ભાજપમાં આવવાની અટકળો તેજ થઈ છે. ભાજપના નેતા રીતા બહુગુણા જોશીએ કહ્યું કે જલદી સચિન પાયલટ ભાજપમાં આવી જશે, આ અંગે તેમને ફોન પણ કર્યો હતો.

આ નિવેદન બાદ સચિન પાયલટે કહ્યું કે ’રીતા બહુગુણા જોશીએ કહ્યું કે તેમણે સચિન સાથે વાત કરી છે. તેમણે સચિન તેન્દુલકર સાથે વાત કરી હશે. તેમનામાં મારી સાથે વાત કરવાની હિંમત નથી.’

વર્ષ ૨૦૧૭માં યુપી વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જ રીતા બહુગુણા જોશીએ કોંગ્રેસનો પંજો છોડીને કમળ પકડી લીધુ હતું. ત્યારબાદ પાર્ટીએ તેમને લખનૌની સીટથી ટિકિટ આપી જ્યાંથી તેઓ વિધાયક હતા. ચૂંટણી જીત્યા બાદ તેમને કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા. ત્યારબાદ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તેમને અલાહાબાદ બેઠકથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. યુપીના પૂર્વ સીએમ દિવંગત હેમવતી નંદન બહુગુણાના પુત્રી રીતા બહુગુણા જોશી યુપી કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસની મહિલા વિંગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449