અવિકા ગોરે ફેયરનેસ ક્રીમની જાહેરાત નકારી, કહ્યું- ગોરાપણાનો અર્થ સુંદરતા નથી

મુંબઈ,તા.૧૧

સિરિયલ બાલિકા વધુ સાથે ઘર ધરમાં ઓળખ મેળવનાર અવિકા ગોરે ફેયરનેસ ક્રીમની જાહેરાત ને ના કહીને ચાહકોનું દિલ જીતી લીધું છે. અવિકા કહે છે કે સમય જતાં બ્યુટી ક્રિમે જે ઇમેજ બનાવી છે તે જોઈને એવું લાગે છે કે સૌંદર્યનો અર્થ ગોરાપણું છે, પરંતુ હું તેની સાથે સહમત નથી. અવિકાએ ત્રણ ફેરનેસ ક્રીમ બ્રાન્ડ્‌સના સોદાને ફગાવી દીધા છે.

અવિકાએ કહ્યું, ‘હું ફેરનેસ ક્રીમની જાહેરાત કરી શકતી નથી. બ્યૂટી ક્રિમે લાંબા સમયથી એક અભિપ્રાય બનાવી દિધો છે કે ગોરાપણાનો અર્થ સુંદરતા અને સફળતા છે અને તે આત્મવિશ્વાસ આપે છે પરંતુ આ સાચું નથી, હું તેની સાથે સંમત નથી. આત્મવિશ્વાસ આપણા કાર્ય નૈતિકતા અને જ્ઞાનથી આવે છે.’ તેમનું કહેવું છે, “એક સમાજ તરીકે, આપણે એક રંગને આદર્શ તરીકે નથી માની શકતા, તેમાં પરિવર્તન થવું જોઈએ.”

ખરેખર, તાજેતરમાં જ અવિકાને ફેરનેસ ક્રીમની જાહેરાત કરવા માટે ઘણી ઓફર્સ મળી હતી. જો કે, તેમણે ફેરનેસની આ જાહેરાતો કરવાનો ઇનકાર કર્યો હતો. તે કહે છે કે બ્યુટી ક્રિમ માને છે કે ગોરાપણાનો અર્થ સુંદરતા છે અને તે આ સાથે બિલકુલ સંમત નથી.

તેમનું કહેવું છે કે સમાજમાં રંગના આધારે કોઈને ભેદભાવ કરી શકાય નહીં. તેમણે આગળ કહ્યું, ‘હું આ વિચારસરણીને બદલવા માંગુ છું. મને જાહેરાતથી મળેલા પૈસા વિશે ચિંતા નથી. આવી બાબતોની સમાજ પર ખરાબ અસર પડે છે. તેથી જ મેં આ જાહેરાતો કરવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં જ તેમનું એક વીડિયો સોંગ પણ આવ્યું હતું, જેમાં તે આદિલ ખાન સાથે જોવા મળી હતી.

અવિકા ગોરને બાલિકા વધુથી લોકપ્રિયતા મળી હતી. હવે આ અભિનેત્રી દક્ષિણ સિનેમામાં કામ કરે છે. તેમણે ત્યાં એક અલગ ઓળખ બનાવી છે. અવિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આજકાલ તે તેમની તસવીરો વિશે પણ ચર્ચામાં છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449