તાપસી પન્નુ, વિક્રાંત માસે અને હર્ષવર્ધન રાણેની ફિલ્મ ’હસીન દિલરૂબા’નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ,તા.૧૧

તાપસી પન્નુ, વિક્રાંત માસે અને હર્ષવર્ધન રાણેની ફિલ્મ હસીન દિલરૂબાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર જોયા પછી ચાહકો આતુરતાપૂર્વક ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. ચાહકોને તેમની પ્રતીક્ષા માટે પરફેક્ટ ગિફ્ટ મળી છે કારણ કે ટ્રેલર ખૂબ જ ધમાલ મચાવી રહ્યું છે.

ટ્રેલરની શરૂઆત થઈ છે તાપસી પન્નુ વિક્રાંત માસેને પૂછે છે કે તમે દિનેશ પંડિતની પુસ્તક વાચી છે? શું લખે છે, નાના શહેરોમાં, મોટા મોટા કતલ કરાવી દે છે. ખબર જ નથી પડતી. આ પછી તાપ્સીના ઘરમાં બ્લાસ્ટ થાઈ છે  જેમાં વિક્રાંતનું થઈ જાય છે મોત. હવે આ પછી પોલીસે તાપસીની પૂછપરછ કરી અને તેમના જીવનના ઘણા પાસાઓ બહાર આવ્યા.

તાપસીના પ્રેમી તરીકે હર્ષવર્ધન રાણે જોવા મળે છે. બંને વચ્ચે ઘણાં લવ મેકિંગ સીન્સ છે. હસીન દિલરૂબા સસ્પેન્સ અને થ્રિલરથી ભરેલી છે. વળી, સંવાદો તેમાં જબરદસ્ત લખાયેલા છે. તાપસીનો શાનદાર અભિનય તમારી આંખોને તેનાથી દૂર કરી શકશે નહીં.

હસીન દિલરૂબા પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તે પછી આ ફિલ્મને ઓટીટીનો સાહરો લેવો પડ્યો. આ ફિલ્મ ૨ જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે જેમાં એક દંપતી એટલે કે તાપસી અને વિક્રાંતની વાર્તા બતાવવામાં આવી છે, પરંતુ હર્ષવર્ધનની એન્ટ્રી થતાં તેમની વાર્તામાં એક વળાંક આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી વાર્તા પર હજી સુધી કોઈ ફિલ્મ બની નથી. પ્રેક્ષકો માટે આ એક નવો અનુભવ હશે.

આ ફિલ્મનું દિગ્દર્શન વિનિલ મેથ્યુએ કર્યું છે અને આાનંદ એલ રાયે તેમના બેનર યેલો કલર પ્રોડક્શન્સ હેઠળ નિર્માણ કરવામાં આવ્યું છે. આ મર્ડર મિસ્ટ્રી વિશે વાત કરતાં વિનિલે કહ્યું હતું કે ‘હું હંમેશાં આવી વાર્તાઓ પર કામ કરવા માંગતો હતો જેમાં હ્યૂમન રિલેશનશિપ નાં ઘણાં વર્ઝન બતાવવામાં આવ્યાં છે. હસીન દિલરૂબા, આવી જ એક વાર્તા છે જે કનિકા ઢિલ્લોને સુંદર રીતે લખેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449