અભિનેત્રી નુસરત જહાંની વિવાદના વંટોળ વચ્ચે બેબી બંપ સાથે પહેલી તસવીર સામે આવી

મુંબઈ,તા.૧૧

બંગાળી અભિનેત્રી અને ટીએમસીની સાંસદ નુસરત જહાં આજકાલ પોતાના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં છે. નુસરતે આ પહેલાં તેના લગ્નનો ઈનકાર કર્યો હતો અને આ સંબંધને લિવઈન રિલેશનશીપ ગણાવ્યો હતો. તે જ સમયે નિખિલે નુસરત વિશે ઘણા રહસ્યો પણ ખોલ્યા હતા. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે નુસરત ગર્ભવતી છે પરંતુ નિખિલે કહ્યું હતું, આ બાળક તેમનું નથી.

નુસરત જહાં સાથે જોડાયેલા તમામ સમાચારોની વચ્ચે અભિનેત્રીની બેબી બમ્પની તસવીર સામે આવી છે. આ ફોટામાં બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી પણ નુસરત સાથે જોવા મળી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીએમસીની સાંસદ નુસરત જહાં ગર્ભવતી છે. નુસરતનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. નુસરત જહાંએ આ વિશે હજુ કોઈ વાત કરી નથી, તે મૌન છે, પરંતુ તેમના પતિ નિખિલ જૈનના નિવેદનથી લોકોને આશ્ચર્ય થયું છે. એક અહેવાલ મુજબ નિખિલ જૈને પોતાના નિવેદનમાં નુસરત જહાંના બાળકનો પિતા હોવાનો ઇનકાર કર્યો હતો. નિખિલે કહ્યું, એ બાળક તેનું નથી, કારણ કે નુસરતે લાંબા સમયથી તેના સંપર્કમાં જ નથી.

અભિનેત્રી નુસરત જહાંએ ૧૯ જૂન ૨૦૧૯ના રોજ ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. નુસરત અને નિખિલે તુર્કીમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ કોલકાતામાં લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. નુસરત હિન્દુ છોકરા સાથે લગ્ન કરવા વિશે ઘણી ચર્ચામાં આવી હતી. મુસ્લિમ હોવા છતાં નુસરત તેની માંગ ભરી અને નિખિલના નામનો સિંદૂર લગાવ્યો હતો. આ સાથે જ ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું, જેના કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે નુસરત અને નિખિલ વચ્ચે જ બધું રમણ-ભમણ થઈ ગયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449