ભેંસાણ-વડિયાના રસ્તાની કામગીરીનો પ્રારંભ

વડિયા,તા.૧૧

અમરેલી જિલ્લા નુ વડિયા એ ત્રણ જિલ્લા ની સરહદ પર આવેલું છે.જૂનાગઢ જિલ્લા ના  ભેસાણ ને જોડતા બે રસ્તાઓ છે. હાલ બંને રસ્તાઓ બિસ્માર હાલત માં છે.આ વિસ્તાર ના આગેવાનો અને લોકોની વારંવાર રજુવાત થી વડિયા - ઢોળવા - ભેસાણ ના રસ્તા ને બનવવા માટે ભેસાણ ના ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વવારા રજુવાત કરાતા હાલ આ રસ્તા ની કામગીરી નો પ્રારંભ થતા  કેટલાય સમય થી આ વિસ્તાર ના ખેડૂતો, અને લોકો કે જે આ રસ્તા પર કાયમી તકલીફ નો સામનો કરતા હતા. ઉપરાંત વડિયા એ નજીકના ગામડાઓનુ ખરીદી સેન્ટર હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકો ને ખરીદી માટે આવવા પણ તકલીફ નો સામનો કરવો પડતો હતો તે હવે રસ્તાની કામગીરી નો પ્રારંભ થતા તકલીફ નો અંત આવતા લોકોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. અને ચોમાસા પેહલા રસ્તો બનતા  અકસ્માત ની સંખ્યા પણ ઘટશે તેવું લોકો માની રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449