જામનગરમાં સરકારની સુચના મુજબ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકભરતી પ્રક્રિયા તેજ

ખાનગી શાળા ફી મામલાને પણ અપાય અગ્રતા-સંચાલકો મુંજાણા

જામનગર તા.૧૧

જામનગરમાં ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પ્રક્રિયા તા.૧૦/૦૬/૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લામાં ડોકગુમેન્ટ વેરિફિકેશન માટે ૧૭૫ ઉમેદવારો ફાળવેલ હતા. જેમાંથી તા.૧૦/૦૬/૨૦૨૧ ના રોજ સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધીમાં ૧૩૨ ઉમેદવારો હાજર રહ્યા હતા.ગે.હા.રહેલા ઉમેદવારો ને ફોન કરી બીજા દિવસે ડોક્યમેન્ટ વેરિકિકેશન માટે આવવા જણાવેલ હતું. સમગ્ર કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા ના માર્ગદર્શન હેઠળ ઇ.આઈ.અને નોડલ ઓફિસર ડો. બી.એન.દવે અને શ્રી મધુબેન કે.ભટ્ટ, આચાર્યશ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તથા મદદનીશ નિરીક્ષકો ની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

બીજી તરફ ખુબ અગત્યની બાબત છે ખાનગી શાળાઓ ફીમા વાલીઓ ને શોષણ કરી લે છે જે બાબતે જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા તૌસીફખાન ની આગેવાની મા રજુઆત થય હોય જિલ્લા શિક્ષણ અધીકારીએ ગંભીરતા લઇ દરેકશાળા જે ખાનગી પ્રાથમીક  માધ્યમીક ઉચ્ચતર માધ્યમીક છે તે ને નિયત ફી જ લેવા લેખીત આદેશ આપ્યા હોય શાળા સંચાલકો મુંઝાયા છે પરંતુ જામનગર શિક્ષણ વિભાગ સજ્જ છે કે એફઆરસી મુજબ જ ફી લેવાય તે દિશામા કાર્યવાહી શરુ કરી છે હવે ચેકીંગ કરાશે તેમ જાણવા મળ્યુ છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449