કેશોદઃ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણાં વિરોધ પ્રદર્શન

કેશોદ તા.૧૧

 કેશોદમાં પણ કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઇ કોગ્રેસ આક્રમક મૂડ માં જોવા મળી રહી છે.ત્રાહિમામ પોકારેલ લોકોને સહાનુભૂતિમળે તે હેતુસર ગુજરાતમાં ઠેરઠેર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ કરી રહી છે.કેશોદ ચારચોક ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસે કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવ અંગે વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ગેસ અને પેટ્રોલ ડીઝલના વધતાં જતા ભાવ સામે સરકાર સામે આખરે જનમત મેળવવા આંદોલન નું રણશિંગું ફૂંકાયું છે.કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા લઈ ધરણાં યોજવામાં આવ્યાં હતાં.આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર સામે હાય હાય ના નારા પણ લગાવ્યા હતા.સાથે જ કોંગ્રેસ દ્વારા મોઘા તેલ રેસ બંધ કરોના બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. કેશોદ પોલીસ દ્વારા જીલ્લા કલેકટર નાં જાહેરનામાં નાં ભંગ સબબ અટક કરી હતી. કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની આર્થિક નિતિઓ નાં ભોગે આવશ્યક ચીજવસ્તુઓ નાં આસમાને પહોંચેલા ભાવથી પ્રજાજનો માં પણ રોષ જોવા મળ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449