MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

સોનાના વાયદામાં રૂ.૫૨૧ અને ચાંદીમાં રૂ.૧,૧૮૯નો સાપ્તાહિક ધોરણે ઉછાળો

બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૨૮૨ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૩૨૫ પોઈન્ટની મૂવમેન્ટઃ ક્રૂડ તેલમાં તેજીનો માહોલઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ સીપીઓમાં નરમાઈઃ કપાસ, મેન્થા તેલ, રબરમાં સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં ૪ થી ૧૦ જૂનના સપ્તાહ દરમિયાન ૧૯,૬૫,૫૮૩ સોદાઓમાં કુલ રૂ.૧,૩૯,૨૪૫.૭૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં તેજીનો માહોલ હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૧૮૯ ઉછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં તેજીનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા હતા, જ્યારે સીપીઓમાં નરમાઈ વાયદાના ભાવમાં રહી હતી. કપાસ, મેન્થા તેલ અને રબરમાં સુધારો થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૨૮૨ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૩૨૫ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

વિશ્વબજારની વાત કરીએ તો સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે યુએસ ડોલર ઈન્ડેક્સ ૯૦.૧૨ના સ્તરે ટ્રેડ થઈ રહૃાો હતો. અમેરિકન ડોલર રૂ.૭૩.૦૬, પાઉન્ડ રૂ.૧૦૩.૪૪ અને યુરો રૂ.૮૮.૯૨ના સ્તરે બોલાઈ રહૃાા હતા. યુએસ બોન્ડ યિલ્ડ ૧.૪૪ના સ્તરે પહોંચ્યું હતું. વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૮૯૭ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૮.૨૬ ડોલર બોલાઈ રહૃાા હતા. ઘરેલૂ હાજર બજારમાં મુંબઈ ખાતે જીએસટી વગર સોનાનો ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૯,૦૫૧ અને ૯૯.૯૦ના રૂ.૪૯,૨૪૮, જ્યારે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.૭૨,૩૫૩ બોલાઈ રહૃાો હતો. જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉપર હતા.

હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૯,૯૫,૮૪૭ સોદાઓમાં કુલ રૂ.૫૩,૩૪૨.૪૧ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૪૮,૬૩૧ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૪૯,૩૫૦ અને નીચામાં રૂ.૪૮,૪૫૪ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૫૨૧ અથવા ૧.૦૭ ટકાના ઉછાળા સાથે રૂ.૪૯,૧૯૮ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૩૬૧ અથવા ૦.૯૩ ટકા વધી રૂ.૩૯,૨૬૧ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૪૫ અથવા ૦.૯૪ ટકા વધી રૂ.૪,૮૪૭ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૭૦,૭૧૦ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૭૨,૧૭૦ અને નીચામાં રૂ.૭૦,૩૨૯ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૧,૧૮૯ અથવા ૧.૬૮ ટકાના ઉછાળા સાથે રૂ.૭૧,૯૯૯ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૬,૦૫,૨૨૧ સોદાઓમાં કુલ રૂ.૩૮,૨૩૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.૫,૦૧૮ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫,૧૬૦ અને નીચામાં રૂ.૪,૯૯૨ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૧૦૯ અથવા ૨.૧૮ ટકા વધી રૂ.૫,૧૨૦ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૬.૮૦ અથવા ૩.૦૬ ટકા વધી રૂ.૨૨૯.૨૦ના સ્તરે બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩,૨૫૪ સોદાઓમાં રૂ.૩,૩૪૫.૨૨ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.૧૨૯૬ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૩૪૯ અને નીચામાં રૂ.૧૨૯૪ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૭.૫૦ અથવા ૦.૫૮ ટકા વધી રૂ.૧૩૧૧.૫૦ના સ્તરે બંધ થયો હતો. આ સામે રૂ (કોટન) જૂન વાયદો ૧ ગાંસડીદીઠ રૂ.૨૩,૬૩૦ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૨૪,૫૭૦ અને નીચામાં રૂ.૨૩,૫૧૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૫૩૦ અથવા ૨.૨૪ ટકા વધી રૂ.૨૪,૨૨૦ના સ્તરે બંધ થયો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોગ્રામદીઠ રૂ.૧૧૨૧ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૧૬૨.૮૦ અને નીચામાં રૂ.૧૦૮૫.૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.૩૬.૯૦ અથવા ૩.૨૭ ટકા ઘટી રૂ.૧૦૯૦.૮૦ના સ્તરે બંધ થયો હતો. રબરના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧૦૦ કિલોગ્રામદીઠ રૂ.૧૦૧ અથવા ૦.૫૯ ટકા વધી રૂ.૧૭,૨૦૭ અને મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોગ્રામદીઠ રૂ.૩૭.૪૦ અથવા ૪.૦૯ ટકા વધી રૂ.૯૫૨.૩૦ના સ્તરે બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧,૬૭,૭૪૨ સોદાઓમાં રૂ.૨૦,૬૮૬.૯૨ કરોડનાં ૪૨,૨૪૩.૮૧૫ કિલોગ્રામ અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૮,૨૮,૧૦૫ સોદાઓમાં કુલ રૂ.૩૨,૬૫૫.૪૯ કરોડનાં ૪,૫૬૪.૫૦૨ ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.૨,૮૦૩.૮૮ કરોડનાં ૧,૪૬,૨૩૦ ટન, જસતના વાયદાઓમાં રૂ.૪,૦૭૭.૦૮ કરોડનાં ૧,૭૨,૨૪૫ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્‌સમાં રૂ.૧૪,૯૪૦.૮૯ કરોડનાં ૨,૦૨,૧૬૫ ટન, નિકલના વાયદાઓમાં રૂ.૯,૩૦૬.૬૫ કરોડનાં ૭૦,૮૭૭ ટન અને સીસું કોન્ટ્રેક્ટ્‌સમાં રૂ.૧,૬૨૬.૧૭ કરોડનાં ૯૫,૪૬૦ ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧,૮૧,૨૩૮ સોદાઓમાં રૂ.૧૫,૪૫૨.૯૫ કરોડનાં ૩,૦૪,૭૦,૧૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૪,૨૩,૯૮૩ સોદાઓમાં રૂ.૨૨,૭૭૭.૦૫ કરોડનાં ૧,૦૦,૨૦,૩૨,૫૦૦ એમએમબીટીયૂ નો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૪૫ સોદાઓમાં રૂ.૧.૧૯ કરોડનાં ૧૮૦ ટન અને રૂ (કોટન)ના વાયદાઓમાં ૬,૬૧૦ સોદાઓમાં રૂ.૭૯૪.૧૫ કરોડનાં ૩,૨૬,૩૨૫ ગાંસડીના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૧૫,૯૮૪ સોદાઓમાં રૂ.૨,૫૨૫.૦૯ કરોડનાં ૨,૨૬,૫૮૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૨૭૬.૨૩૯ કિલોગ્રામ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૪૨.૯૩૮ ટન, એલ્યુમિનિયમ ૧૫,૩૬૦ ટન, જસત ૧૧,૮૮૫ ટન, તાંબુ ૧૩,૧૬૦૦ ટન, નિકલ ૨,૪૯૭.૫૦૦ ટન, સીસું ૫,૮૫૫ ટન, ક્રૂડ તેલ ૧૦,૫૩,૯૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસ ૩,૦૧,૪૧,૨૫૦ એમએમબીટીયૂ તેમ જ કપાસ ૩૬ ટન, મેન્થા તેલ ૬૧.૯૨ ટન, રબર ૨૧૯ ટન, રૂ (કોટન) ૧,૯૮,૨૭૫ ગાંસડી અને સીપીઓમાં ૬૪,૭૮૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન ૧૯,૨૦૨ સોદાઓમાં રૂ.૧,૫૫૮.૬૯ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૧૧,૫૫૭ સોદાઓમાં રૂ.૯૬૨.૨૫ કરોડનાં ૧૨,૬૭૧ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૭,૬૪૫ સોદાઓમાં રૂ.૫૯૬.૪૪ કરોડનાં ૭,૯૬૫ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં ૯૭૫ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૭૪૭ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૦૬૬ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૨૭૭ અને નીચામાં ૧૪,૯૯૫ના સ્તરને સ્પર્શી, ૨૮૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૯૧ પોઈન્ટ અથવા ૧.૨૭ ટકા વધી ૧૫,૨૫૭ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૪,૯૫૨ના સ્તરે ખૂલી, ૩૨૫ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૬૪ પોઈન્ટ અથવા ૧.૧ ટકા વધી ૧૫,૦૭૪ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧,૨૮,૫૦૭ સોદાઓમાં રૂ.૧૦,૦૧૪.૭૪ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૧,૦૧૫.૪૭ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૫.૫૨ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮,૩૩૫.૮૨ કરોડનાં કામકાજ થયાં હતાં.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449