‘મને કોઈ નાની, જાડી કે બોલ્ડ કહેશો પણ હું સામે એમ જ કહીશ કે, પોતાને બદલી નહીં શકું’: વિદ્યા બાલન

મુંબઈ,તા.૧૨

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના રોલ પ્લે કરીને બોલિવૂડના સ્ટીરિયોટાઈપ વિચારોને ટક્કર આપી છે. વિદ્યા પોતાની એક્ટિંગથી હંમેશાં દર્શકોના દિલ જીતી લે છે. વિદ્યાએ કહ્યું, મેં સ્ટીરિયોટાઈપ વિચાર તોડવાના પ્રયત્નો કર્યા નથી, પરંતુ જિંદગીના અનુભવ અને એક એક્ટર તરીકે મારા રસ્તામાં કોઈ અડચણ આવવા નહીં દઉં.

વિદ્યાએ જણાવ્યું, હું આ બધા સ્ટીરિયોટાઈપ વિચાર તોડવા માટે તૈયાર નહોતી, પરંતુ મને લાગે છે કે જીવનમાં મારા અનુભવોના માધ્યમથી, વિશેષ રૂપે એક એક્ટર તરીકે મેં અનુભવ્યું છે કે હું મારા રસ્તામાં કોઈ અડચણ આવવા નહીં દઉં.

વિદ્યાએ કહ્યું, જો મને કોઈ કહે કે એક એક્ટર તરીકે બહુ નાની છો, જાડા છો, વધારે બોલ્ડ છો, બેશરમ કે પછી વધારે સમજદાર છું, ભલે ગમે તેવી હોવું પણ હું પોતાને નહીં બદલું અને પોતાની રસ્તો જાતે પસંદ કરી શકું છું.

એક્ટ્રેસે કહ્યું, હું જે પણ કરું છું તે માટે મારા પેશને મને શોધી લીધી છે. હું પોતાના વિશે કંઈ બદલી શકું તેમ નથી આથી જ સ્ટીરિયોટાઈપ વિચાર તોડવા માટે તૈયાર નહોતી. જો મારાથી કોઈ કામ ના થાય તો મને દુઃખ થાય છે. હું એ કામ માટે પોતાને તૈયાર કરવા પ્રયત્નો કરું છું. કારણકે હું એક એક્ટર બનવા ઈચ્છું છું.

વિદ્યાએ ૨૦૦૫માં ફિલ્મ પરિણીતાથી બોલિવૂડ કરિયરની શરુઆત કરી હતી. એ પછી તેણે ભૂલ ભુલૈયા, નો વનકિલ્ડ જેસિકા, ધ ડર્ટી પિક્ચર, પા, કહાની, ઈશ્કિયા, મિશન મંગલ, તુમ્હારી સુલુ, શકુંતલા દેવી જેવી ફિલ્મોમાં પોતાના કામથી દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે તે ફિલ્મ મેકર અમિત મસુરકરની ફિલ્મ શેરનીમાં દેખાશે. ફિલ્મમાં તે ફોરેસ્ટ ઓફિસરના રોલમાં છે. ૧૮ જૂને એમેઝોન પ્રાઈમ પર આ ફિલ્મ રિલીઝ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449