એડલ્ટ સ્ટાર ડાકોટા સ્કાયે દુનિયાને કહી દીધું અલવિદા, તેના લોસ એન્જેલસના ઘરે મૃત હાલતમાં મળી

કેલિફોર્નિયા,તા.૧૨

એડલ્ટ સ્ટાર ડાકોટા સ્કાયે માત્ર ૨૭ વર્ષની ઉંમરે વિશ્વને અલવિદા કહી દીધું છે. ડાકોટા સ્કાય તેના લોસ એન્જેલસના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. ડાકોટા સ્કાયનાં મોતનાં કારણો હજી જાણવા મળ્યાં નથી. અહેવાલો અનુસાર, તે પોતાની અંગત જિંદગીમાં એકદમ પરેશાન હતી.

ઓનલાઇન ટ્રોલ દ્વારા નિશાન બનાવવામાં આવતાં તેણે નિરાશા વ્યક્ત કરી હતી. તાજેતરમાં, ડાકોટાની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે જ્યોર્જ ફ્લોયડની તસવીરની સામે કેમેરા ફ્લેશ કરતી જોવા મળી હતી.

તેણે જ્યોર્જ ફ્લોઈડની તસવીર નજીક ટોપલેસ પોઝ આપ્યો હતો, જેના કારણે સો.મીડિયા પર ભારે હંગામો થયો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હવે તેના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તેની મોતનું કારણ જાણવા કોશિશ રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે ડાકોટા સ્કાયનું અસલી નામ લૉરેન કેય સ્કોટ હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449