ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઇ ગાયુ ભજન, વિડીયો વાયરલ

મુંબઈ,તા.૧૨

સ્ટાર કિડ્‌સ અવાર નવાર ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મો સાથે સંકળાયેલ હોય કે ના હોય.પરંતુ તેમના પર ફેન્સની નજર હંમેશા રહે છે. બચ્ચન પરિવારનો ઉગતો સિતારો અને ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા લાઈમ લાઈટથી દુર રહે છે. ભાગ્યે જ ક્યાંક આ સ્ટાર કીડ જોવા મળે છે. તેમ છતાં તે ફેન્સ વચ્ચે એટલી જ પોપ્યુલર છે.

તાજેતરમાં આરાધ્યા બચ્ચન તેના એક અલગ અંદાજને લઈને લોકોને વધુ પસંદ આવી રહી છે. હાલમાં તેનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જી હા આ વિડીયો એટલો જ રસપ્રદ પણ છે. આ વિડીયોમાં આરાધ્યા બચ્ચન પ્રભુ શ્રી રામની પૂજા કરતી જોવા મળી રહી છે.

આ સાથે જ તે ભગવાન રામના ભજન પણ એકદમ ખુશી અને ઝૂમીને ગાઈ રહી છે. તે ભજનના તાલ સાથે તાલ મિલાવવા માટે તાળી વગાડતી ભજનમાં લીન જોવા મળી રહી છે. આ વિડીયોને ગયા વર્ષ નવેમ્બરમાં હોમ બોલીવુડ નામની યૂટ્યુબ ચેનલ પર મુકવામાં આવ્યો હતો.

વિડીયોમાં આરાધ્યાને જોઇને તમને ઐશ્વર્યા જ યાદ આવી જશે. ઐશ્વર્યાના બાળપણના ફોટોઝ જોશો અને આરાધ્યાને જોશો તો બંનેમાં કોઈ ફરક નહીં દેખાય. આ વિડીયોને પોસ્ટ કરે ઘણા માહીના વીતી ગયા છે. તેમ છતાં વિડીયો તેટલો જ પોપ્યુલર છે. આ વિડીયોને લાખો વખત જોવામાં પણ આવ્યો છે.

આ વિડીયો ત્યારનો છે જ્યારે આરાધ્યા પોતાનો ૯ મો જન્મદિન ઉજવી રહી હતી. તમને જણાવી દઈએ કે માતા અને દીકરી એટલે કે ઐશ્વર્યા અને આરાધ્યા વચ્ચે બહુ શાનદાર બોન્ડીંગ છે. એક વખત ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે તેનો બધો જ સમય આરાધ્યા સાથે વિતાવે છે.

ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, “હું મારી મનની સ્થિતિ પર નિશ્ચિતપણે વિશ્વાસ કરું છું. હું આરાધ્યાને જે આપી રહી છું તે છે કે દરેક સ્થિતિમાં પોઝિટિવ રહેવાનું છે. આપણે ફક્ત એક બ્લડ ગ્રુપ નથી અને આ જીવનમાં દરેક વસ્તુ માટે શીખવાની અવસ્થા છે.”

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449