સોનૂ સૂદ આઈએએસની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અપાવશે ફ્રી કોચિંગ

મુંબઈ,તા.૧૨

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના વાયરસ હોય અથવા લોકડાઉન જેવા મુશ્કેલ સમયમાં ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને લોકો માટે એક વાસ્તવિક જીવનના હીરો બની ગયા છે. તેમની મદદ અને સમાજ સેવાની આ કડીમાં, સોનુએ હવે સિવિલ સર્વિસ પરીક્ષા (યુપીએસસી) ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે.

સોના સૂદે આઈએએસ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા એક નવી પહેલ - ’સમભવમ’ શરૂ કરી છે. સોનુએ શુક્રવારે ટ્‌વીટ કરીને આની જાહેરાત કરી હતી.

પોતાના ટિ્‌વટમાં તેમણે લખ્યું કે, “કરવી છે ૈંછજી ની તૈયારીપ અમે લઈશું તમારી જવાબદારી .” ’સમભવમ’ “ના લોન્ચની ઘોષણા કરતી વખતે ઘણો ઉત્સાહિત છું. આ સુદ ચેરિટી ફાઉન્ડેશન અને દીયા દિલ્હીની એક પહેલ છે.”

સોનુ સૂદે ઉમેદવારોને મફત આઈએએસ કોચિંગ શિષ્યવૃત્તિ આપવાનું વચન આપ્યું છે. ટિ્‌વટર પરની તેમની પોસ્ટ મુજબ, શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન છે.

ગયા વર્ષે કોવિડ -૧૯ રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી, સૂદ જરૂરી લોકોને મદદ કરી રહ્યો છે. તેમણે ગયા વર્ષે લોકડાઉનમાં ફસાયેલા હજારો પરપ્રાંતિય મજૂરો અને લોકોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી.

લોકોને કોરોનાથી બચાવવાના હોય કે પછી નોકરીની વ્યવસ્થા કરવાની હોય સોનુ સુદ બનતી મદદ લોકોને કરી રહ્યા છે, સોનુ સુદ સો.મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે.

સોનુ સુદ ૧૬ થી વધુ રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું કે, હોસ્પિટલ નજીક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાથી ઈમરજન્સી દરમિયાન લોકોને ઓક્સિજનની અછતનો સામનો કરવો ન પડે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449