મીકા સિંહે ‘કેઆરકે કુત્તા’ ગીતનું ટીઝર લોન્ચ કર્યું, કમલ.આર.ખાને સિંગરને આપી ચેતવણી

મુંબઈ,તા.૧૨

મીકા સિંહ અને કમલ આર ખાન (કેઆરકે) વચ્ચે ચાલી રહેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને એકબીજાને લઇને બયાનબાજી કરી રહ્યા છે. આ દરમિયાન, મીકા સિંહે એક નવું ગીત લોન્ચ કર્યું છે. આ ગીતનું નામ છે ‘કેઆરકે કુત્તા’. મીકા સિંહે આ ગીત એક દિવસ પહેલા તેમની યુટ્યુબ ચેનલ પર લોંચ કર્યું હતું. આ ગીતને મીકા સિંહે ગાયું છે અને તેમનો સાથ શારીબ તોષીએ આપ્યો છે.

મીકા સિંહના આ મ્યુઝિક વીડિયોમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં વિંદુ દારા સિંહે પણ તેમાં પરફોર્મ કર્યું છે. ગીત દ્વારા મીકાએ કમલ.આર.ખાનને નિશાન બનાવ્યા છે અને તેમના ઘણા મીમ્સ પણ શામેલ કર્યા છે. આમાં, કેઆરકેને કૂતરા તરીકે બતાવવામાં આવ્યા છે. ઘણી અભિનેત્રીઓને મોર્ફ્ડ કરીને તેમનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે.

મીકા સિંહનો આ મ્યુઝિક વીડિયો જોયા પછી કમલ.આર.ખાને પ્રતિક્રિયા આપી હતી અને તેનો રિએક્શન વીડિયો લાવવાની ચેતવણી પણ આપી હતી. તેમણે એક ટિ્‌વટમાં લખ્યું, “મેં મીકાનું મારા વિશે ગીત જોયું. હું તેમનો આભાર માનું છું તે બનાવવા બદલ. હું બુકી (મુંબઈ પોલીસ રેકોર્ડ અનુસાર)નો આભાર માનું છું, વિંદુ દારા સિંહ પણ આ ગીતમાં દેખાયા હતા.”

કેઆરકેએ લખ્યું, “હું મીટુ માસ્ટર તોષી સાબરીનો તેમાં સંગીત આપવા બદલ આભાર માનું છું. હવે તે બધા માટે મારી વીડિયોની રાહ જુઓ.” મ્યુઝિક વીડિયોના રિલીઝ પહેલા મીકા સિંહને ટિ્‌વટર પર ચેલેન્જ આપવામાં આવ્યો હતો. જે બાદ મીકા સિંહે કેઆરકે કુત્તાનું ટીઝર લોન્ચ કર્યું હતું.

કેઆરકેએ તેમના ટિ્‌વટમાં લખ્યું, ” આટલો ભસે છે કેમ, જો ઔકાત નથી ગીત રિલીઝ કરવાની. ડરીશ નહીં, બિન્દાસથી રિલીઝ કર! હું ઇચ્છું છું કે તું એકવાર ગીત રિલીઝ કરી દે! પછી જો.”

તાજેતરમાં સલમાન ખાને તેમની વિરુદ્ધ નિવેદનો આપતા ટીકાઓને ધ્યાનમાં રાખીને કેઆરકે પર માનહાનીનો દાવો કર્યો હતો, જેનાથી નારાજ થઈને કેઆરકેએ સલમાન પર તેમના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. આવી સ્થિતિમાં, સલમાન ખાનના મિત્ર અને ગાયક મિકા સિંહે સલમાન વિરુદ્ધ નિવેદન કરવા વાળા કેઆરકેને આડે હાથ લીધા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449