MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો

બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૬૧ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૧૪ પોઈન્ટની મૂવમેન્ટઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડોઃ રબરમાં સુધારાનો સંચાર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૫૧,૪૮૧ સોદાઓમાં કુલ રૂ.૧૧,૬૦૫.૬૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૩૬ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૭૩૩ ગબડ્યો હતો. આ સામે તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડા સામે રબરના વાયદામાં સુધારાનો સંચાર થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૧૬૧ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૧૧૪ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૯૩,૦૯૩ સોદાઓમાં કુલ રૂ.૫,૭૩૮.૦૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૭૫૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૭૫૦ અને નીચામાં રૂ.૪૮,૩૧૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩૬ ઘટી રૂ.૪૮,૩૬૭ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૨૩૪ ઘટી રૂ.૩૮,૯૨૯ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૩૮ ઘટી રૂ.૪,૭૮૫ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮,૬૮૦ના ભાવે ખૂલી, રૂ.૫૧૨ ઘટી રૂ.૪૮,૨૦૫ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૭૨,૦૦૦ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૭૨,૦૦૦ અને નીચામાં રૂ.૭૧,૩૫૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩૩ ઘટી રૂ.૭૧,૪૯૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.૬૯૩ ઘટી રૂ.૭૧,૫૬૯ અને ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.૬૮૭ ઘટી રૂ.૭૧,૫૭૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૨૮,૦૩૩ સોદાઓમાં કુલ રૂ.૧,૮૦૧.૧૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૨૧૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૨૫૧ અને નીચામાં રૂ.૫,૨૦૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૨૦ વધી રૂ.૫,૨૨૨ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૨.૪૦ ઘટી રૂ.૨૪૦.૪૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૫,૭૪૫ સોદાઓમાં રૂ.૭૫૪.૧૧ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૨૯૫ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૨૯૫ અને નીચામાં રૂ.૧૨૯૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૫૦ ઘટી રૂ.૧૨૯૫ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે રબર જૂન વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૩૨૫ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૩૨૫ અને નીચામાં રૂ.૧૬,૯૬૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩ ઘટી રૂ.૧૭,૧૮૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૦૩૫ અને નીચામાં રૂ.૯૬૪.૧૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૮૦ ઘટી રૂ.૧૦૦૭.૮૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧૫ વધી રૂ.૯૬૭ અને કોટન જૂન કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૨૭૦ ઘટીરૂ.૨૩૬૭૦ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૨૬,૯૩૯ સોદાઓમાં રૂ.૨,૮૮૪.૨૬ કરોડનાં ૫,૯૫૨.૫૦૨ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૬૬,૧૫૪ સોદાઓમાં કુલ રૂ.૨,૮૫૩.૭૬ કરોડનાં ૩૯૭.૪૦૭ ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.૧૭૩.૩૧ કરોડનાં ૮,૮૭૦ ટન, જસતના વાયદાઓમાં રૂ.૩૬૦.૮૫ કરોડનાં ૧૪,૮૭૫ ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્‌સમાં રૂ.૯૦૭.૯૫ કરોડનાં ૧૨,૧૭૫ ટન, નિકલના વાયદાઓમાં રૂ.૫૫૪.૧૨ કરોડનાં ૪,૧૨૧ ટન અને સીસું કોન્ટ્રેક્ટ્‌સમાં રૂ.૧૨૨.૬૨ કરોડનાં ૭,૧૦૦ ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૯,૮૯૮ સોદાઓમાં રૂ.૭૮૭.૨૫ કરોડનાં ૧૫,૦૬,૩૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૧૮,૧૩૫ સોદાઓમાં રૂ.૧,૦૧૩.૮૭ કરોડનાં ૪,૧૯,૭૦,૦૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૧ સોદાઓમાં રૂ.૦.૦૩ કરોડનાં ૪ ટન અને રબરના વાયદાઓમાં ૩૮ સોદાઓમાં રૂ..૭૦ કરોડનાં ૪૧ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૪,૯૧૬ સોદાઓમાં રૂ.૬૭૪.૬૫ કરોડનાં ૬૮,૨૯૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૭૨૭.૧૫૮ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૨૦.૩૮૩ ટન, એલ્યુમિનિયમમાં ૧૪,૩૪૦ ટન, જસતમાં ૧૭,૧૦૦ ટન, તાંબુમાં ૧૨,૭૫૨.૫૦૦ ટન, નિકલમાં ૩,૩૭૦.૫૦૦ ટન, સીસુંમાં ૭,૪૯૫ ટન, ક્રૂડ તેલમાં ૧૩,૩૬,૨૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસમાં ૪,૦૫,૭૫,૦૦૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૨૮ ટન, કોટનમાં ૧૯૮૮૦૦ ગાંસડી, મેન્થા તેલમાં ૭૫.૬ ટન, રબરમાં ૧૯૭ ટન, સીપીઓમાં ૬૬,૯૫૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૧,૫૩૭ સોદાઓમાં રૂ.૧૩૧.૬૧ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૧,૧૧૬ સોદાઓમાં રૂ.૯૯.૦૬ કરોડનાં ૧,૩૧૩ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૪૨૧ સોદાઓમાં રૂ.૩૨.૫૫ કરોડનાં ૪૨૭ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૪૦૨ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૭૯૪ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૨૦૧ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૨૦૧ અને નીચામાં ૧૫,૦૪૦ના સ્તરને સ્પર્શી, ૧૬૧ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૬૬ પોઈન્ટ ઘટી ૧૫,૦૫૨ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૨૪૦ના સ્તરે ખૂલી, ૧૧૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૯ પોઈન્ટ વધી ૧૫,૨૭૬ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧૦,૨૧૬ સોદાઓમાં રૂ.૧,૦૬૧.૯૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૨૮૪.૧૧ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૭.૭૯ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૬૮૯.૩૨ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૫૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૩૦ અને નીચામાં રૂ.૨૫૬ રહી, અંતે રૂ.૧૧૨.૫૦ ઘટી રૂ.૨૬૧ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૫,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૩૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૨ અને નીચામાં રૂ.૨૩૨ રહી, અંતે રૂ.૧૨૦ ઘટી રૂ.૨૪૮.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૨૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૬ અને નીચામાં રૂ.૭૮ રહી, અંતે રૂ.૪ વધી રૂ.૯૨.૬૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૭,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૫ અને નીચામાં રૂ.૨૦૭ રહી, અંતે રૂ.૮૭ વધી રૂ.૨૬૬.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૪૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૦ અને નીચામાં રૂ.૩૫૨ રહી, અંતે રૂ.૧૨૭.૫૦ વધી રૂ.૪૭૬.૫૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૨૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૮૫ ખૂલી, ઊપરમાં રૂ.૮૫ અને નીચામાં રૂ.૫૭ રહી, અંતે રૂ.૧૫.૭૦ રૂ.૭૦.૫૦ થયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449