સુશાંતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી ૩૫ આરોપી સામે આવ્યા

એનસીબીએ કહ્યું- કેસની તપાસ હજી પણ બંધ થઈ નથી

મુંબઈ,તા.૧૪

સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી ૩૫ આરોપી સામે આવ્યા છે, પરંતુ તેમાં રિયા ચક્રવર્તીને છોડીને કોઈ મોટું નામ નથી. આ કેસમાં બોલિવૂડમાં ડ્રગ્સ લેવાની વાત ફરી સામે આવી છે, પરંતુ કોઈ પણ મોટા સ્ટાર્સ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નથી.

આ કેસમાં ૩૫ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે, જેમાં આઠને છોડીને તમામને જામીન મળી ગયા છે. સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ગયા મહિને ૨૬મીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ વાતથી સાબિત થયું કે દ્ગઝ્રમ્ હજી પણ તપાસ કરી રહી છે.

ચેટ રેકોડ્‌ર્સ તથા બીજા આધાર પર એનસીબીએ બોલિવૂડ સેલેબ્સની પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તથા અર્જુન રામપાલની પૂછપરછ થઈ હતી. જોકે, આ તમામ વિરુદ્ધ કોઈ નક્કર માહિતી મળી નથી.

અર્જુન રામપાલના ઘરે દરોડા પણ પડ્યા હતા. તેની પ્રેમિકા ગેબ્રિએલાના ભાઈ એજિસિલાઓસની ધરપકડ કરવામાં આવી હતી.

એનસીબી મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું, ’આ કેસમાં હજી તપાસ પૂરી થઈ નથી. હજી સુધી ૩૫ આરોપીઓ સામે આવી ગયા છે. અમે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જોકે, હજી સુધી અમે તપાસ કરવાનું બંધ કર્યું નથી. જો જરૂર પડી તો સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449