ફર્સ્ટ ડેથ એનિવર્સરીઃ અંકિતા લોખંડેએ સુશાંતની યાદમાં ઘરમાં હવન કર્યો, કેન્ડલ તથા દીવો પ્રગટાવ્યો

મુંબઈ,તા.૧૪

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આજે એટલે કે ૧૪ જૂનના રોજ પહેલી ડેથ એનિવર્સરી છે. ચાહકો, ફેમિલી મેમ્બર્સ તથા અનેક સેલેબ્સ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને એક્ટરને યાદ કર્યો હતો. આ દરમિયાન સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતાએ ઘરમાં હવન કર્યો હતો. સો.મીડિયામાં અંકિતાએ હવનની એક વીડિયો શૅર કર્યો હતો.

અંકિતાએ વીડિયો શૅર કર્યો હતો અને તેમાં તે પોતાના ઘરમાં હવન કરતી જોવા મળે છે. તેણે સુશાંતની યાદમાં કેન્ડલ તથા દીવો પણ પ્રગટાવ્યો હતો. એક્ટ્રેસે થોડાં સમય માટે સો.મીડિયામાંથી બ્રેક લીધો હતો. જોકે, સુશાંતની ડેથ એનિવર્સરીના એક દિવસ બાદ તે બીજીવાર એક્ટિવ થઈ છે. તેણે પ્રેમી સાથેની તસવીર શૅર કરી હતી.

સુશાંત તથા અંકિતાના સંબંધો ’પવિત્ર રિશ્તા’ના સંબંધો પર બંધાયા હતા. છ વર્ષ સુધી બંને લિવ ઈનમાં રહ્યા હતા અને ૨૦૧૬માં બંનેનું બ્રેકઅપ થયું હતું. કહેવાય છે કે ફિલ્મ ’રાબ્તા’ના સેટ પર ક્રિતિ સેનન અને સુશાંત વચ્ચેની નિકટતાને કારણે બ્રેકઅપ થયું હતું.

સુશાંતના આકસ્મિક મોત બાદથી અંકિતા પૂર્વ પ્રેમી અંગે ખુલ્લા મનથી વાત કરે છે. તેણે સુશાંતના પરિવારનું સમર્થન કરીને ન્યાયની માગણી કરી હતી. સુશાંત ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ પોતાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં આ કેસની તપાસ ઝ્રમ્ૈં તથા દ્ગઝ્રમ્ની ટીમ કરી રહી છે. ગયા મહિને દ્ગઝ્રમ્એ સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી. સુશાંતના મોત પછી ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449