રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કન્નડ અભિનેતા સંચારી વિજયનું રોડ અકસ્માતમાં થયું નિધન

બેંગ્લોર,તા.૧૪

રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કન્નડ અભિનેતા સંચારી વિજયનું ૧૪ જૂને અવસાન થયું છે. ૩૭ વર્ષીય વિજયને શનિવારે રાત્રે બેંગ્લોર નજીક રોડ અકસ્માત થયો હતો, જેમાં તેને ઘણી ઈજાઓ પહોંચી હતી. આ પછી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. સંચારી વિજયની સારવાર કરતા ડોકટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા, જેના પછી તેના પરિવારે તેના અંગો દાનમાં લેવાનો નિર્ણય કર્યો.

વિજયના ભાઈ સિદ્ધેશે કહ્યું, ‘વિજયનું મગજ કામ કરવાનું બંધ કરી દીધું હતું તેથી અમે તેના અંગો દાન આપવાનું નક્કી કર્યું. સંચારી વિજય હંમેશા સમાજની સેવા કરવામાં માનતા હતા અને તેથી જ અમે તેમના અંગોનું દાન કરી રહ્યા છીએ. વિજયને શનિવારે રાત્રે ૧૧.૪૫ વાગ્યે માર્ગ અકસ્માત થયો હતો. તે બાઇકની પાછળ બેઠો હતો અને ભીના રસ્તાને કારણે બાઇક લપસી ગઈ હતી. વિજયને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક મગજની સર્જરી કરવામાં આવી હતી.

સંચારી વિજય ૨૦૧૫ માં આવેલી ફિલ્મ ‘નાનુ અવનાલ્લા અવાલૂ’ માં તેની શ્રેષ્ઠ ભૂમિકાને કારણે પ્રખ્યાત થયો હતો. તેમને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. લોકડાઉન દરમિયાન સંચારી વિજયે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં પણ મદદ કરી હતી. સંચારી વિજયના અવસાન બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449