સુશાંતની પુણ્યતિથિ પર ચાહકો થયા ઇમોશનલ, કહ્યું- અમને તમારી યાદ આવે છે

મુંબઈ,તા.૧૪

આજથી એક વર્ષ પહેલા સુશાંતસિંહ રાજપૂતે આ દુનિયા છોડી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતનું અવસાન બધા માટે મોટો આંચકો હતો.

૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ બપોરે સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતાએ મુંબઈના તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મૃત્યુ પછી એવું કહેવાતું હતું કે અભિનેતા ડિપ્રેશનમાં હતા. જોકે સુશાંતના ચાહકોએ આ વાત પર વિશ્વાસ કર્યો ન હતો.

સુશાંતના મૃત્યુને લઈને વિવિધ વાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક સત્ય હજી કોઈની સામે બહાર આવ્યું ન હોતું. સુશાંત સિંહના મોતની તપાસ હાલમાં સીબીઆઈ અને એનસીબી પાસે છે, પરંતુ એક વર્ષમાં આ તપાસ એજન્સીઓ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં સુશાંતની પહેલી વરસી પર તેમના પ્રશંસકો ફરી એકવાર ભાવુક થઈ ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર દુખી દિલથી એક્ટરને યાદ કર્યા છે ચાહકો એક્ટરને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે. પરંતુ આ યુઝર્સ હજી પણ એક્ટર માટે ન્યાયની વાત કરતા જોવા મળે છે.

એક યુઝરે સુશાંતને યાદ કરતાં લખ્યું કે અમને તમારી યાદ આવે છે સર તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. એક યુઝરએ લખ્યું કે તમારા વિના એક વર્ષ થઈ ગયું, પરંતુ એક દિવસ પણ તમારા વિચાર કર્યા વિના પસાર થતો નથી. તમે હંમેશા અમારા દિલમાં રહેશો

એક યુઝરે લખ્યું કે ૧૪ જૂન, ૨૦૨૦ ના રોજ બપોરે ૨ વાગ્યાની આસપાસ, એક બ્રેકિંગ ન્યૂઝથી મારું દિલ તોડી દિધુ, તૂટેલા દિલથી, મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેમણે કહ્યું કે હવે યાચના કરવા વાળો ચહેરો નથી, હું પહેલી વાર રડુ છું. જ્યારે કોઈ મૃત્યુ પામ્યા, તેનું નામ સુશાંત સિંહ રાજપૂત છે અને અમે ભારતીય સિનેમાનું એક રત્ન ગુમાવ્યું છે.

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુનાં મહિનાઓ પછી, પરિવારે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં અભિનેતાના પરિવારજનો પણ ન્યાય માટે ઝંખે છે. અભિનેતાના પરિવારની ફરિયાદ પછી જ એનસીબીએ તપાસ બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. રિયા લગભગ એક મહિનો જેલમાં રહી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449