કરણ મહેરાએ કેક-ગિફ્ટની તસવીર શેર કરીને દીકરાને વિશ કર્યું અને કાવિશ માટે કહ્યું તને હંમેશા પ્રેમ કરીશ

કરણ મહેરાએ કેક-ગિફ્ટની તસવીર શેર કરીને દીકરાને વિશ કર્યું અને કાવિશ માટે કહ્યું તને હંમેશા પ્રેમ કરીશ

મુંબઈ,તા.૧૫

ટીવી કપલ કરણ મહેરા અને નિશા રાવલ વચ્ચેની કોન્ટ્રોવર્સીની ચર્ચા હજી પણ થઈ રહી છે. ઘણા લોકો જાણે છે કે, નિશા રાવલની ફરિયાદ બાદ થોડા દિવસ પહેલા ’યે રિશ્તા ક્યા કહેલાતા હૈના એક્ટર કરણ મહેરાની પોલીસે ધરપકડ કરી હતી અને થોડા દિવસ બાદ જામીન પર તેને છોડી દેવાયો હતો. ત્યારબાદ નિશા અને કરણે એકબીજા પર ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કપલને કાવિશ નામનો એક દીકરો પણ છે. ૧૪ જૂન તેના બર્થ ડે પર કરણે બર્થ ડે કેકની કેટલીક તસવીરો શેર કરી છે અને આ સાથે તેના માટે સ્વીટ બર્થ ડે નોટ પણ લખી છે. કાવિશના બર્થ ડે પર કરણ મહેરા એસ્ટ્રોનટ થીમ પર બનેલી કેક લાવ્યો હતો તેમજ ગિફ્ટ પણ આપી હતી. દીકરાને વિશ કરતાં તેણે લખ્યું છે કે, ’હેપી બર્થ ડે મારા લિટલ મેન. તારા પર હંમેશા ભગવાનના આશીર્વાદ રહે અને તમે હંમેશા સુરક્ષિત રાખે. મને યાદ છે કે તે મને કહ્યું હતું કે તું મને ગઝેલિયન પ્રેમ કરે છે અને મેં કહ્યું હતું કે હું તમે ગઝેલિયન અને ગઝેલિયન અને ગઝેલિયન પ્રેમ કરું છું. હું હંમેશા તારા હૃદયમાં રહીશ અને હંમેશા તને પ્રેમ કરીશ. કાવિશને જન્મદિવસની શુભેચ્છા આપનાર તમામનો આભાર. કવ અને કગ્સ. ચારુ મલિક, નિધિ ઉત્તમ, જસવીર કૌર, પ્રિયંકા વિકાસ કાલાંત્રી, વેદિકા તેમજ વિકાસ કાલાંત્રી સહિતના સેલેબ્સે કરણ મહેરાની પોસ્ટ પર કોમેન્ટ કરીને કાવિશને બર્થ ડે વિશ કર્યું છે અને તેના પર પ્રેમ વરસાવ્યો છે. આ પહેલા માર્ચ ૨૦૨૧માં કરણ મહેરાએ દીકરા કાવિશનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ગ્લાસમાં પાણી કેવી રીતે ભરવું તે અંગે અને બાદમાં તે ગ્લાસ કાવિશ પપ્પાને શીખવતો જોવા મળ્યો હતો. કરણ મહેરાની કાવિશ માટેની બર્થ ડે પોસ્ટ ત્યારે સામે આવી છે જ્યારે તેનો પત્ની નિશા સાથે ઘરેલું વિવાદ ચાલી રહ્યો છે. નિશાએ કરણ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે કરણે પોતાના પર નિશાએ લગાવેલા તમામ આરોપોનો ફગાવ્યા હતા અને દીકરાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449