શન્મુખપ્રિયાની સિંગિંગ સ્ટાઈલ દર્શકોને પસંદ નથી આવી રહી

શન્મુખપ્રિયા આ અઠવાડિયે પણ દર્શકોના નજરમાં આવી છે, જો કે આદિત્ય નારાયણે કન્ટેસ્ટન્ટને સપોર્ટ આપ્યો         

મુંબઈ,તા.૧૫

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ના લેટેસ્ટ એપિસોડને કન્ટેસ્ટન્ટ્‌સે સિંગર-મ્યૂઝિક કમ્પોઝર અને શોના જજ હિમેશ રેશમિયાને સમર્પિત કર્યો હતો. શોની થીમ હિમેશ રેશમિયા કા સૂરુર હતી. આ એપિસોડમાં તમામ કન્ટેસ્ટન્ટ્‌સ હિમેશના સોન્ગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સીઝનની કન્ટેસ્ટન્ટ અને યોડલિંગ ક્વીનના નામથી ફેમસ શન્મુખપ્રિયા પોતાની સિંગિંગ સ્ટાઈલથી લોકોના નિશાને છે. શન્મુખપ્રિયા પર દરેક પર્ફોર્મન્સ બાદ દરેક લોકો સોન્ગ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવે છે અને તેને શોમાંથી બહાર કરવાની માગ કરે છે. આ વખતે શન્મુખપ્રિયા ફરીથી ટ્રોલ થઈ છે ત્યારે તેને બહેન માનનારો શોનો હોસ્ટ આદિત્ય નારાયણ તેના બચાવમાં આવ્યો છે. આદિત્યએ કહ્યું કે, શું તમે રોજ એકનું એક જમી શકો છો? દાળ-ભાત, શાક-રોટલીની સાથે અઠવાડિયામાં એકવાર બિરયાની ન મળે તો કંટાળો આવી જાય. આ જ રીતે નોર્મલ સોન્ગની સાથે જરૂરી છે તડકા સોન્ગ અને તેને ગાવા માટે તડકો અવાજ જરૂરી છે. આ અમારું નસીબ છે કે આવો જ અવાજ લઈને એક કન્ટેસ્ટન્ટ આવી છે. બાદમાં આદિત્યએ શન્મુખપ્રિયાના ફિલ્મ ’દિલ માંગે મોરના સોન્ગ ગુસ્તાખ દિલ પર પર્ફોર્મન્સ પર આપવા પર વખાણ કર્યા હતા. જો કે, આ વખતે પણ શન્મુખપ્રિયાનું પર્ફોર્મન્સ લોકોને પસંદ આવ્યું નહીં અને સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેને બહાર કરવાની માગ ઉઠી છે. એક યૂઝરે લખ્યું છે કે, શન્મુખપ્રિયા તારી પાસે માત્ર પોતાની સિંગિંગ સ્ટાઈલ છે પરંતુ માત્ર સ્ટાઈલ. તને એક જ પ્રકારના સોન્ગ ગાતી જોઈને કંટાળો આવે છે. તું ઓરિજનલ સોન્ગની મજા બગાડી કાઢે છે. જજે તે જોવું જોઈએ અને તેના પર કામ કરવું જોઈએ. જો તે ન કરી શકતી હોય તો તેને બહાર કરવી જોઈએ. અન્ય એક યૂઝરે લખ્યું છે કે, ઈન્ડિયન આઈડલ મોટાપ્રમાણમાં ખામીયુક્ત છે. ૨થી ૩ કન્ટેસ્ટન્ટ્‌સને ઈમ્પ્રૂવમેન્ટની જરૂર છે અને તેમાંથી એક શન્મુખપ્રિયા છે. એક યૂઝરે ટ્‌વીટ કરી છે, ’એલિમિનેશનના લિસ્ટમાં હવે કોણ છે? શન્મુખપ્રિયા નહીં હોય તેની ખાતરી છે. તેમના મત પ્રમાણે પબ્લિસિટી એ માત્ર પબ્લિસિટી છે. તેને પહેલાથી જ બહાર કાઢી દેવાની હતી પરંતુ હજી સુધી તે છે. તેથી હવે વારો નિહાલ અથવા સવાઈનો છે’.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449