ડાયરેક્ટર માલવે ચંપક ચાચાને રમૂજી નામ આપ્યું

રિયલ લાઈફમાં અમિત ભટ્ટનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર સાથે ખૂબ સારું બોન્ડિંગ છે

મુંબઈ,તા.૧૫

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે આટલા વર્ષોથી રોજ સાથે કામ કરતી શોની ટીમ વચ્ચે જબરદસ્ત બોન્ડ હોય. સીરિયલના કલાકારોનું એકબીજા ઉપરાંત પડદા પાછળ કામ કરતી ક્રૂ સાથે પણ સારું બોન્ડિંગ છે અને આનો પુરાવો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા મળતો રહે છે. હાલમાં જ સીરિયલના ડાયરેક્ટર અને ’રિટા રિપોર્ટર’ એટલે કે એક્ટ્રેસ પ્રિયા આહુજાના પતિ માલવ રાજદાએ એક્ટર અમિત ભટ્ટ સાથેની એક તસવીર શેર કરી છે. સાથે જ તેમનું હુલામણું નામ જણાવ્યું છે. સીરિયલમાં ચંપકચાચાનો રોલ કરતાં એક્ટર અમિત ભટ્ટ સાથેની ઓફ-સ્ક્રીન મસ્તી કરતી તસવીર માલવ રાજદાએ શેર કરી છે. તસવીરમાં અમિત ભટ્ટ માલવ રાજદાના ખોળામાં બેઠા છે. આ તસવીર શેર કરતાં માલવે લખ્યું, અમિત ભટ્ટ સાથેની મારી ફેવરિટ તસવીરો પૈકીની એક. લવ યુ ચંપા. અમિત ભટ્ટનું ઓન-સ્ક્રીન નામ ચંપકલાલ છે ત્યારે લાડમાં માલવ રાજદા તેમને ચંપા કહીને બોલાવે છે. માલવે શેર કરેલી આ તસવીર પર રોશનભાભીનો રોલ કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે કોમેન્ટ કરીને મજાક ઉડાવતાં લખ્યું, ચંપા ફુલ ઝોમ્બિ લાગે છે? જવાબ આપતાં માલવે લખ્યું, હાહાહા? આ સિવાય એક યૂઝરે કોમેન્ટ કરતાં માલવે પ્રશ્ન કર્યો કે તમારા બેમાંથી ઉંમરમાં કોણ મોટું છે. ત્યારે માલવે કહ્યું અમિત પણ હું મોટો દેખાઉ છું. ફેન્સને આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે. માલવ રાજદા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. ત્યારે તેઓ ઘણીવાર તારક મહેતાની બિહાઈન્ડ ધ સીન તસવીરો પણ શેર કરતાં રહે છે. થોડા દિવસ પહેલા જ તેમણે એક તસવીર શેર કરી હતી જેમાં દીકરો અરદાસ રાજદા સેટ પર જોવા મળે છે. સેટ પર અરદાસ સૌનો લાડકો બની ગયો છે ત્યારે આ તસવીરમાં દિલીપ જોષી (જેઠાલાલ) અને તન્મય વેકરિયા (બાઘા) અરદાસને રમાડતા જોવા મળે છે. આ તસવીર શેર કરતાં માલવે લખ્યું હતું, "અરદાસ સૌનું અટેન્શન માણી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449