MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૩૫૦નો ઉછાળો

સોનાના વાયદાના ભાવમાં રૂ.૯૧ની વૃદ્ધિ, ચાંદી રૂ.૫૫૫ ગબડીઃ બિનલોહ ધાતુઓમાં નરમાઈનો માહોલઃ કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારોઃ રબરમાં ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં ૬૮ પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં ૩૧૦ પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૩૩,૮૭૭ સોદાઓમાં કુલ રૂ.૧૧,૯૯૯.૬૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૧ વધ્યો હતો, જ્યારે  ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૫૫૫ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટીને ટ્રેડ થઈ રહી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને સુધરી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.૩૫૦નો ઉછાળો હતો. સીપીઓ, કપાસ અને મેન્થા તેલ સુધારા સાથે ટ્રેડ થઈ રહૃાા હતા, સામે રબર નરમ બંધ થયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જૂન વાયદામાં ૬૮ પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જૂન વાયદામાં ૩૧૦ પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં ૬૩,૬૩૫ સોદાઓમાં કુલ રૂ.૩,૯૦૧.૪૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૫૦૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૬૯૭ અને નીચામાં રૂ.૪૮,૪૭૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૧ વધી રૂ.૪૮,૬૧૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૧૨ વધી રૂ.૩૮,૯૬૫ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧ વધી રૂ.૪,૭૯૬ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૭૧,૭૯૧ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૭૧,૭૯૧ અને નીચામાં રૂ.૭૧,૨૦૨ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૫૫ ઘટી રૂ.૭૧,૩૨૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૨૮,૧૯૧ સોદાઓમાં કુલ રૂ.૧,૮૯૫.૯૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૧૯૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૨૪૪ અને નીચામાં રૂ.૫,૧૮૮ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૪૮ વધી રૂ.૫,૨૩૯ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૨.૯૦ વધી રૂ.૨૪૬.૪૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૪,૧૪૭ સોદાઓમાં રૂ.૫૪૫.૩૪ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૨૯૭ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૧૪ અને નીચામાં રૂ.૧૨૯૫ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨.૫૦ વધી રૂ.૧૩૦૭.૫૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે રબર જૂન વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૨૪૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૨૯૭ અને નીચામાં રૂ.૧૭,૦૮૧ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨ ઘટી રૂ.૧૭,૧૨૨ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧,૦૨૫.૧૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૦૪૪ અને નીચામાં રૂ.૧૦૧૨.૬૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૦.૩૦ વધી રૂ.૧૦૨૪.૩૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૪ ઘટી રૂ.૯૬૩ અને કોટન જૂન કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૩૫૦ વધી રૂ.૨૪૦૬૦ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૨,૭૯૮ સોદાઓમાં રૂ.૧,૮૪૬.૮૧ કરોડનાં ૩,૭૯૯.૮૧૧ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૫૦,૮૩૭ સોદાઓમાં કુલ રૂ.૨,૦૫૪.૬૪ કરોડનાં ૨૮૭.૩૦૭ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૧૦,૬૯૮ સોદાઓમાં રૂ.૯૩૧.૭૨ કરોડનાં ૧૭,૮૬,૭૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૧૭,૪૯૩ સોદાઓમાં રૂ.૯૬૪.૨૫ કરોડનાં ૩,૯૧,૯૦,૦૦૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૧૦ સોદાઓમાં રૂ.૦.૨૬ કરોડનાં ૪૦ ટન અને રબરના વાયદાઓમાં ૨૮ સોદાઓમાં રૂ.૦.૫૨ કરોડનાં ૩૦ ટનના વેપાર થયા હતા. કોટનમાં ૧,૦૦૪ સોદામાં રૂ.૧૦૪.૨૩ કરોડનાં ૪૩,૪૭૫ ગાંસડીનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સીપીઓના વાયદાઓમાં ૨,૯૪૪ સોદાઓમાં રૂ.૪૩૨.૪૮ કરોડનાં ૪૨,૩૮૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૫૦૧.૪૯૦ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૨૯.૫૩૪ ટન, એલ્યુમિનિયમમાં ૧૩,૫૩૦ ટન, જસતમાં ૧૩,૦૭૫ ટન, તાંબામાં ૧૬,૮૩૦ ટન, નિકલમાં ૩,૦૨૪ ટન, સીસામાં ૬,૯૩૦ ટન, ક્રૂડ તેલમાં ૧૧,૮૦,૦૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસમાં ૩,૯૯,૩૦,૦૦૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૨૮ ટન, કોટનમાં ૧૯૭૧૨૫ ગાંસડી, મેન્થા તેલમાં ૯૦ ટન, રબરમાં ૨૦૨ ટન, સીપીઓમાં ૬૯,૦૮૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઈન્ડેક્સ ફ્‌યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં ૨,૦૬૫ સોદાઓમાં રૂ.૧૭૨.૩૫ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૪૪૫ સોદાઓમાં રૂ.૩૫.૨૫ કરોડનાં ૪૬૭ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૧,૬૨૦ સોદાઓમાં રૂ.૧૩૭.૧૦ કરોડનાં ૧,૮૩૬ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૩૨૨ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૧,૦૫૫ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૦૬૭ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૧૨૫ અને નીચામાં ૧૫,૦૫૭ના સ્તરને સ્પર્શી, ૬૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૬ પોઈન્ટ ઘટી ૧૫,૦૯૬ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૫,૧૬૦ના સ્તરે ખૂલી, ૩૧૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૩૯૫ પોઈન્ટ ઘટી ૧૪,૮૯૬ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૯,૯૪૦ સોદાઓમાં રૂ.૮૮૫.૧૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૮.૩૮ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૬૯.૪૫ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૭૨૬.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું જુલાઈ રૂ.૪૯,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૦.૫૦ અને નીચામાં રૂ.૫૪૮.૫૦ રહી, અંતે રૂ.૮ વધી રૂ.૫૮૬.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૨,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૮૦૩ અને નીચામાં રૂ.૭૦૦ રહી, અંતે રૂ.૨૩૯.૫૦ ઘટી રૂ.૭૬૧ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૨૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૬૨ ખૂલી, ઊપરમાં રૂ.૯૨.૮૦ અને નીચામાં રૂ.૬૨ રહી, અંતે રૂ.૨૪.૮૦ વધી રૂ.૯૦.૪૦ થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.૪૮,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૦૨ અને નીચામાં રૂ.૪૭૦ રહી, અંતે રૂ.૧૬ ઘટી રૂ.૪૯૧.૫૦ થયો હતો. જ્યારે ચાંદી જૂન રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૪૦૨ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૦ અને નીચામાં રૂ.૪૦૨ રહી, અંતે રૂ.૧૨૦ વધી રૂ.૪૮૦ થયો હતો. ક્રૂડ તેલ જૂન રૂ.૫,૨૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૭૬ અને નીચામાં રૂ.૪૯.૮૦ રહી, અંતે રૂ.૨૧.૭૦ રૂ.૫૧.૫૦ થયો હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449