કોરોનાની વચ્ચે લોકો સાવધાન રહે

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ૨૧૩ દેશો હાલમાં કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. કરોડો લોકો તેના સકંજાઆવી ગયા છે. લાખો લોકોના મોત થયા છે.  ભારતમાં કોરોના વાયરસ હવે ખતરનાક સ્વરૂપમાં છે. કારણ કે દરરોજ સરેરાશ ૬૦ હજારથી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે. ૩૦૦૦થી વધારે લોકોના મોત થઇ રહ્યા છે. દેશમાં લોકોને વારંવાર નિયમો પાળવા માટે કહેવામાં આવી રહ્યુ હોવા છતાં લોકો નિયમો પાળી રહ્યા નથી. જેના કારણે કોરોના બેકાબુ છે. લોકોની લાપરવાહી જ તેના ખતરનાક સ્વરૂપ માટે કારણ છે. લોકો હજુ માસ્ક પહેરી રહ્યા નથી. બિનજરૂરી સ્બહાર નિકળી રહ્યા છે. જુદા જુદા રાજ્યો દ્વારા ૫૦૦૦ સુધીના દંડની જાહેરાત કરવામાં આવી છે. જંગી દંડ વાજબી નથી પરંતુ નિયમો પાળવામા આવે તે તે માટે સરકાર આ પગલા લઇ રહી છે. લોકો સરકારોને કોરાના કાબુમાં લેવામાં મદદ કરે તે જરૂરી છે. આટલી મોટી સંખ્યામાં કેસો અને મોતનો આંકડો રહ્યા બાદ હવે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) પણ નક્કરપણે માને છે કે આ ઇન્ફેક્શન હજુ વધારે ઝડપથી ફેલાઇ શકે છે. લાખો નવા લોકો તેના સકંજામાં આવી શકે છે. હજુ સુધી ૨૧૩થી વધારે દેશોમાં ઘાતક બની રહેલા કોરોના વાયરસે આતંક મચાવી દીધો છે. કોરોના વાયરસને લઇને ભારતમાં ચિંતા વધારે છે. કારણ કે ભારતમાં વસ્તી ૪૫૫ વ્યક્તિ પ્રતિ કિલોમીટર છે. જે ચીનની સરખામણીમાં ત્રણ ગણી છે. અમેરિકાની તુલનામાં ૧૩ ગણી છે. અમેરિકામાં ૩૬ વ્યક્તિ પ્રતિ કિલોમીટર રહેલી છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આ વાયરસથી ગ્રસ્ત વ્યક્તિ પોતાનાથી થોડાક ફુટના અંતરે રહેલી ૨-૩ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આ ઉપરાંત ભારતમાં તો આ ખતરો વધી શકે છે. કારણ કે ભારતમાં સાવધાનીને લઇને પણ લોકો એટલા ગંભીર રહેતા નથી. આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ ઇન્ફેક્શનને કાબુમાં લેવાના તમામ રસ્તા બંધ થઇ ચુક્યા છે. આ વાયરસને કઠોરતા સાથે કાબુમાં લેવાની બાબત ચીનમાં તો શક્ય બની છે પરંતુ ભારત સહિતના દુનિયાના કેટલાક દેશોમાં મુશ્કેલી એ છે કે આ દેશોમાં અફવામાં જીવનાર લોકોની સંખ્યા ખુબ વધારે છે. તેમનામાં સાચી અને ખોટી બાબતની ઓળખ કરવાની ક્ષમતા પણ ઓછી છે. જો કે આરોગ્ય નિષ્ણાંતો નક્કરપણે માને છે કે આ વાયરસમાં મૃત્યુ દર ૩.૪ ટકા છે જે અન્ય વાયરસ કરતા મૃત્યુ દર ઓછો છે. જેથી ઇન્ફેક્શન બાદ લોકોમાં જીવિત રહેવાની શક્યતા વધારે રહેલી છે. સ્વાઇન ફ્લુમાં મૃત્યુ દર ૦.૦૨ ટકા છે. જ્યારે ઇબોલામાં મૃત્યુ દર ૪૦.૪૦ ટકા છે. મર્સમાં મૃત્યુ દર ૩૪.૪ ટકા છે. સાર્સમાં મૃત્યુ દર ૯.૬ ટકા છે. આ નવી આફતને દુનિયાભરમાં આર્થિક વિકાસ આડે સૌથી મોટી આફત તરીકે ગણવામાં આવે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી ચુકી છે કે તે વૈશ્વિક વિકાસ દરને ૧.૩ ટકા સુધી ઓછો કરી શકે છે. ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના નવા અભ્યાસમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં શરૂ થયેલા કોરોના વાયરસની અસર હાલમાં જારી રહી શકે છે. તેની અસર જુન મહિના સુધી રહી શકે છે. આના કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર એક ટકા સુધી નીચે પહોંચી શકે છે. ચીનમાં કોરોનાની ઘાતક અસર જોવા મળી રહી છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર તેના ગંભીર પરિણામ જોવા મળી શકે છે. ભારત સરકાર હજુ સુધી તો દાવો કરી રહી છે કે તેની કોઇ નકારાત્મક અસર રહેનાર નથી. ભારતના દવા બજાર પર તેની માઠી અસર જોવા મળી શકે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિએટ (એપીઆઇ અને બલ્ક ડ્ર્‌ગની આયાત ૨૫૫૫૨ કરોડ રૂપિયાની રહી હતી. જેમાં ચીનનો હિસ્સો ૬૮ ટકા રહ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ફાર્મા સેક્ટરમાં ભારતની ચીન પર નિર્ભરતા ૨૩ ટકા વધી ગઇ છે. એપીઆઇ પર લો પ્રોફિટ માર્જિનના કારણે ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ એપીઆઇની આયાત કરીને અહીં દવા બનાવીને બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.અમેરિકાના બજારમાં ડ્રગ્સ પુરવઠા કરનાર ૧૨ ટકા નિર્માણ એકમો ભારતમાં છે. કોરોના વાયરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સરળ રીતે સમજી શકાય છે. આને સમજી લેવા માટે ૨૦૦૩ને યાદ કરી શકાય છે. વર્ષ ૨૦૦૩માં એક ઘાતક વાયરસ સાર્સે આતંક મચાવી દીધો હતો. જેના કારણે દુનિયાભરમાં ૮૦૦ લોકોના મોત થયા હતા. એ વર્ષે ચીનનો વિકાસ દર ૦.૫ ટકાથી લઇને એક ટકા સુધી ઘટી ગયો હતો. વૈશ્વિક અર્થવ્યવસ્થાને ૫૦ અબજ ડોલર અથવા તો ૨.૮ લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયુ હતુ. સાર્સ વાયરસના સમય ચીન વિશ્વની છઠ્ઠી સૌથીૂ મોટી અર્થવ્યવસ્થા તરીકે હતી. વૈશ્વિક જીડીપીમાં તેનુ યોગદાન ૪.૨ ટકા હતુ.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449