કમજોરી-થાક બિમારી નથી પણ...

આજના આધુનિક સમયમાં થોડીક સાવધાની રાખવામાં આવે તો હાઇપોટેન્શનની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. હાઇપોટેન્શન પર કાબુ મેળવી લેવા માટે લોકો તબીબો પાસે પણ પહોંચે છે. જો અમારા શરીરમાં બ્લડપ્રેશર સામાન્ય કરતા કમ રહે છે તો તે હાઇપોટેન્સન છે અને સામાન્ય કરતા વધારે રહે છે તો તે હાઇપરટેન્શન ની સ્થિતી હોઇ શકે છે. જાણકાર નિષ્ણાંત તબીબો કહે છે કે હાઇપોટેન્શન અથવા તો લો બ્લડપ્રેશરનો મતલબ એ છે કે ક્યારેય ક્યારેય પુરતા પ્રમાણમાં લોહીનુ પ્રમાણ અમારા બ્રેઇન સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવે છે. જે આ પ્રકારે અમારી સામે લક્ષણ તરીકે આવે છે. જેમ કે ચક્કર આવવાની બાબત, થાક, ડિપરેશન અને ધ્યાનમાં કમીનો સમાવેશ થાય છે. બ્લડપ્રેશર કેમ ઓછુ થઇ જાય છે તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આના બે મુખ્ય કારણ હોઇ શકે છે. આર્થોસ્ટેટિક હાઇપરટેન્શનની સ્થિતીમાં દર્દીને ઉભા થવાની સ્થિતીમાં ચક્કર આવે છે. કારણ કે તેના બ્લડ પ્રેશરમાં એકદમ ઘટાડો થઇ જાય છે. આ મોટા ભાગે વૈસ્કુલર એન્ડ નર્વસ સિસ્ટમ પર આધારિત રહે છે. કેટલીક વખત દવાની સાઇડ ઇફેક્ટના કારણે પણ આવુ થાય છે. અથવા તો એલર્જીના કારણે થાય છે. બ્લડપ્રેશર કમ થવાની બાબત હાર્ટની ગંભીર બિમારી સાથે જોડાયેલી બાબત હોઇ શકે છે. જેમાં હાર્ટમાં લિકેજ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. અમારો બ્લડપ્રેશર ૧૨૦-૮૦ મિમી  પારાના સામાન્ય સ્તરથી ગગડીને નીચે પહોંચી જાય છે તો તે લો બ્લડપ્રેશરની સ્થિતી છે. આજના સમયમાં લોકો કામખુબ ઓછુ કરે છે અને થાકી વધારે જલ્દી જાય છે. મોટા ભાગના લોકો મોટા ભાગે આ બાબતને લઇને રડતા રહે છે કે તેમના શરીરમાં એનર્જી બચી નથી. આ સમસ્યા મોટી વયના લોકોની સાથે સાથે નાની વયના યુવા પેઢીમાં પણ જોવા મળી રહી છે. યુવા પેઢી મોટા ભાગે મહેનત નથી કરતી. છતાં તેમના ચહેરા પર દરેક વખતે થાક સ્પષ્ટપણે દેખાઇ આવે છે. કમજોરી અથવા તો થાક કોઇ બિમારી નથી. હકીકત એ છે કે જ્યારે આપ વધારે મહેનત અથવા તો પોતાના શરીર પર વધારે લોડ નાંખીએ છીએ ત્યારે આપના શરીરમાં થાકનો અનુભવ થાય છે. પરંતુ કેટલાક લોકો આની અવગણના કરી નાંખે છે. જ્યારે તમે સવારમાં ઉઠો છો ત્યારે ચક્કર આવે છે. થાકનો અનુભવ થાય છે. આ લક્ષણ દેખાય તો તબીબોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. ઓછી ઉંઘ અને અન્ય કારણોસરથી પણ થઇ શકે છે. જો કે આને નજરઅંદાજ કરી શકાય નહી. લો બ્લડપ્રેશરના કારણોમાં ડીહાઇડ્રેશન, વધારે પ્રમાણમાં પરસેવા, તાવ અને ભોજનમાં પોષક તત્વોની કમી હોય છે. નિરાશાની ભાવના સતત રહે છે. લો બ્લડપ્રેશરને સામાન્ય બનાવી રાખવામાં ચુકંદરના જ્યુસની ભૂમિકા રહેલી છે. મલ્ટી વિટામિન સપ્લીમેન્ટસ વિટામિન બી સપ્લીમેન્ટસ વિટામિન સી સપ્લીમેન્ટ અને પ્રોટીન પુરતા પ્રમાણમાં લેવામાં આવે તે જરૂરી છે. આના કારણે સપ્તાહમાં બ્લડપ્રેશન સામાન્ય બની શકે છે. જ્યારે બ્લડપ્રેશર લો રહે ત્યારે તરત જ બેસી જવાની અથવા તો લાંબા થઇ જવાની જરૂર હોય છે. મુઠ્ઠીને વારંવાર ખોલવા અને બંધ કરવાના પ્રયાસ કરવાજોઇએ. લાંબી સાંસ લેવી જોઇએ. ખાંડ, લિંબુ પીવાના પ્રયાસ કરવા જોઇએ. લો બ્લડપ્રેશરની સ્થિતીમાં ઘી, તેલ ચીજવસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. થોડા થોડા સમયમાં કેટલીક  વખત ભોજન કરવાની બાબત ઉપયોગી છે.

વહેલા જન્મ સમસ્યા વધારે

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિર્ધારિત ગાળા કરતા થોડાક સપ્તાહ પહેલા જન્મ લેનાર નવજાત શિશુમાં શિશુ તરીકે આરોગ્યની સમસ્યા ઊભી થવાનો ખતરો પ્રમાણમાં વધારે રહે છે. નવા અભ્યાસ દરમિયાન તબીબીઓ જણાવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર બાળકોમાં આરોગ્યની સમસ્યા ઊભી થવા માટે કેટલાક પરિબળો જવાબદાર રહે છે. તબીબોનું કહેવું છે કે વ્યાપક અભ્યાસ બાદ તેઓ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. સંશોધકોએ લિસેસ્ટર, લિવરપુર, ઓક્સફોર્ડ, વાર્વિક, નેશનલ પેરિમેન્ટલ, ઇપીડેમીલોજી યુનિટની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ આ મુજબના તારણો આપ્યા છે. ૧૦ વર્ષ અગાઉ જન્મ લઈ ચૂકેલા બ્રિટનમાં ૧૪૦૦૦ બાળકોને આવરી લઈને આ અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષની વય સુધી તેમના ઉપર અભ્યાસની પ્રક્રિયા ચાલી હતી. તેમની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થવા, અસ્થમા જેવી તકલીફ થવા જેવી બાબતો જાણવામાં આવી હતી. અગાઉ વહેલી તકે જન્મ લેનાર બાળકો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. ૩૨ સપ્તાહ પહેલા જન્મ લેનાર બાળકોની સ્થિતિ ચકાસવામાં આવી હતી. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે યોગ્ય તબક્કામાં જન્મ લેનાર બાળકોને ઓછી તકલીફ રહે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જન્મ લેનાર શિશુમાં પાંચ વર્ષની વય સુધી આરોગ્યની સમસ્યાઓનો ખતરો રહે છે. દાખલા તરીકે સમયસર જન્મેલા બાળકો પ્રમાણમાં વધારે સ્વસ્થ રહે છે. તાજેતરના વર્ષોમાં પણ તબીબોએ આપેલી તારીખ કરતા વહેલી તકે ઘણા બાળકોના જન્મ થઈ જાય છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માતા-પિતા અને વાલીઓને તારણોને લઈને સાવધાન રહેવાની ચોક્કસપણે જરૂર છે. તબીબોની સલાહ મુજબ આગળ વધવું જોઈએ. જાણકાર નિષ્ણાંત લોકો અને તબીબો માને છે કે આધુનિક સમયમાં બાળકને જન્મ આપવા જઇ રહેલી માતા અને ભવિષ્યમાં  બાળક અંગે અંગે વિચારી રહેલી મહિલાઓને તબીબોની સલાહ મુજબ ચાલવાની જરૂર છે. કારણ કે તબીબો યોગ્ય દવાઓ અને સલાહ આપે છે જે નિર્ધારિત ગાળામાં બાળકના જન્મ તરફ દોરી જાય છે. જે બાળક અને માતા બન્ને માટે યોગ્ય રહે છે. સાથે સાથે કેટલાક બિન જરૂરી ખતરાને પણ ટાળી શકાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449