મસ્જિદ શહીદ કરનારી બીજેપીને વોટ આપશોઃ સપા સાંસદનો ઓડિયો વાયરલ

લખનૌ,તા.૧૫

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય દળો પોતાના સદસ્યોને સાધીને રાખવા ઉપરાંત અન્ય પાર્ટીઓ અને અપક્ષના વિજેતા સદસ્યોને પોતાના પક્ષમાં લાવવા મચી પડ્યા છે. ત્યારે મુરાદાબાદ ખાતેના સપા સાંસદ ડૉ. એસટી હસન અને જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ. રિજવાન વચ્ચેની વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે.

આ ઓડિયોમાં એસટી હસન જિલ્લા પંચાયતના સદસ્યને કહી રહ્યા છે કે, સપા પણ ૨૦ લાખ આપી રહી હતી છતાં તમે ભાજપમાં કેમ જતા રહ્યા? એટલું જ નહીં, સાંસદ જિલ્લા પંચાયતના સદસ્યને પોતાના પક્ષમાં પાછા લાવવા તેમને મુસ્લિમ હોવાની દુહાઈ આપી રહ્યા હતા અને મસ્જિદ શહીદ કરનારાઓને કઈ રીતે મત આપી શકો તેવા સવાલ પણ કરી રહ્યા હતા.

મુરાદાબાદ જિલ્લા પંચાયત અધ્યક્ષ માટે સપાએ અમરીન જહાંને ઉમેદવાર બનાવી રાખ્યા છે જ્યારે ભાજપ તરફથી ડૉ. શૈફાલી સિંહ સક્રિય છે. આ સંજોગોમાં બંને પાર્ટીઓ એકબીજાના સદસ્યોને પોતાના પક્ષમાં ખેંચવા કવાયત કરી રહી છે. સપા સાંસદ એસટી હસનના અંગત એવા જિલ્લા પંચાયતના સદસ્ય ડૉ. રિજવાન ભાજપમાં જોડાયા છે.

આ સંજોગોમાં સાંસદે તેમને પોતાના પક્ષમાં પાછા લાવવા ફોન કર્યો હતો અને તેમની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં સાંસદ એસટી હસન કહી રહ્યા છે કે, તમે સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા છો. શું મુસ્લિમોએ તમને એટલા માટે મત આપ્યો હતો કે તમે એ પાર્ટીને મત આપો જે મુસ્લિમોની મસ્જિદને શહીદ કરી રહી છે, જે દેશમાં મુસ્લિમોની ઓળખ નષ્ટ કરવા પ્રયત્ન કરી રહી છે. એટલું જ નહીં સાંસદે વધુમાં એમ પણ કહ્યું હતું કે, મેં તને નેતા બનાવ્યો, સમાજવાદી પાર્ટીના કારણે તું જીત્યો અને હવે તું વેચાઈ ગયો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449