કોરોના કિટ કૌભાંડ મામલે કેપ્ટનના ઘરે અકાલી-બસપાનો વિરોધ, સુખબીરસિંહ બાદલની ધરપકડ

ચંડીગઢ,તા.૧૫

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધુને હટાવવાની માંગણીએ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ મુખ્યમંત્રીના આવાસની બહાર મોટાપાયે પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ્યમાં અકાલી અને બસપાનું ગઠબંધન થયું છે. બસપાએ પણ વિરોધ પ્રદર્શનમાં અકાલી દળને સાથ આપ્યો છે.

બસપાના પંજાબ પ્રમુખ જસવીર સિંહ ગરહી પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. હાથમાં પાર્ટીનો ધ્વજ લઈને અકાલી અને બસપાના કાર્યકરોએ મુખ્યમંત્રી આવાસ  તરફ કૂચ આદરી હતી. કાર્યકરોએ બેરીકેડ પણ તોડી નાખી હતી. પોલીસે પણ કાર્યકરોને વિખેરવા પાણીનો  મારો ચલાવ્યો હતો તેમ છતાં પણ તેઓ ટસના મસ થયા નહોતા. કાર્યકરોની મોટી ભીડ મુખ્યમંત્રીના આવાસ બહાર ભેગી થઈને રાજ્ય સરકારની વિરૃદ્ધ ભારે નારેબાજી કરી હતી. આખરે પોલીસને અકાલી પ્રમુખ સુખબીર સિંહની અટકાયત કરવી પડી હતી.

પંજાબમાં સરકારી હોસ્પિટલોને બદલે ખાનગી હોસ્પિટલોને ખૂબ મોંઘા ભાવે કોરોના વેક્સિન વેચવામાં આવી રહી છે તેવું તાજેતરમાં બહાર આવતા અકાલી દળ તથા બસપાએ રાજ્ય સરકારની વિરૃદ્ધ દેખાવ કરવાનું આયોજન કર્યું.

અમરિન્દર સિંહની આગેવાની વાળી કોંગ્રેસ સરકાર પર વેક્સિન કૌભાંડ આચરવાનો વિપક્ષ અકાલી દળનો આરોપ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449