ઈઝરાયલે ગાઝા પર ફરી કરી એરસ્ટ્રાઈક

ઈઝરાયલમાં 12 વર્ષ લાંબા ચાલેલા નેતન્યાહૂ શાસનનો અંત થઈ ગયો છે અને દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નેફ્તાલી બેનેટ નવા પ્રધાનમંત્રી બન્યા છે. પરંતુ ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાનુંસાર ઈઝરાયલે એક વાર ફરી ગાઝામાં એરસ્ટ્રાઈક કરી છે. આની પહેલા સેંકડોની સંખ્યામાં ઈઝરાયલના ધુર રાષ્ટ્રવાદીઓએ તાકાતનું પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી.

ફિલિસ્તાનના સુરક્ષા દળોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી છે.  નજરે જોનારા અનુસાર બુધવારે  ફિલિસ્તાન તરફથી આતંકીઓએ દક્ષિણ ઈઝરાયલ તરફથી આગ વાળા  ફુગ્ગા  મોકલ્યા જેના કારણે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી.

આ પહેલા સેંક્ડોની સંખ્યામાં ઈઝરાયલના ધૂક રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી. આ ઘટનાક્રમના કારણે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓની સાથે યુદ્ધ વિરામના થોડક જ અઠવાડિયા બાદ નવે સરથી હિંસા ભડકવાનો ખતરો પેદા થઈ રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449