ભ્રષ્ટાચાર ડામવા RTI અમોઘ શસ્ર હોવાનુ ગણાવતા માહિતી આયોગ કમીશનર

પ્રોએક્ટીવ ડીસ્કલોઝર દ્વારા સરકારી વિભાગોની મુળભૂત ફરજો પ્રજા સમક્ષ હોવા પર પણ મુકાયો ભાર

જામનગર તા.૧૬

દેવભૂમિ દ્વારકા જિલ્લમાં માહિતી અધિકાર અધિનિયમના કાયદાની જાણકારી અર્થે  કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ સાથે માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર  દિલીપ ઠાકરના અધ્યક્ષ સ્થાને એક સેમિનાર યોજાયો હતો.આ તકે કમિશનર દિલીપ ઠાકરે જણાવ્યું હતું કે વહિવટમાં પારદર્શીતા લાવવા, તેમજ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે આ કાયદો અગત્યનો છે. તેમણે દરેક કચેરીએ બનાવવાનું થતું પ્રોએકટીવ ડીસ્કલોઝરને આ કાયદાનું હાર્દ ગણાવ્યું હતું. આર.ટી.આઇ. અંતર્ગત અરજી, રેકર્ડ, જાહેરસતામંડળ, સમયમર્યાદા, રેકર્ડનિરીક્ષણ, જાહેર માહિતી અધિકારીની સત્તાઓ, પ્રથમ અપિલ, બીજી અપિલ વેગેરે બાબતે સચોટ માહિતી આપી હતી. ત્યાર બાદ આ કાયદા અંતર્ગત પ્રશ્નોતરી કરવામાં આવી હતી.આ સેમિનારમાં જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, નિવાસી અધિક કલેકટર એમ.કે. જાની, નાયબ પોલીસ અધિક્ષક હિરેન ચૌધરી તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449