વડાપ્રધાને જાહેર કરેલ મફત અનાજનું વિતરણ ખોરંભે છતા જામનગર જિલ્લા પુરવઠા તંત્ર ના આંખ આડા કાન....!!!

પંદર વસ્તુ મફત તેમજ પૈસાથી બેય રીતે આપવાની સંવેદનશીલ જાહેરાતમા દર્શાવેલી તારીખ બાદ પણ ગરીબો થી છેટો અન્ન નો કોળીયો.....!!!!??

સરકારની કહેવાતી સંવેદનશીલતા ગરીબો માટે તંત્ર દ્વારા સફળ ન થતી હોય ફોગટ જાહેરાતો ના ફુટતા પરપોટા- મંદી ને બેરોજગારીમા ભુખ્યા સુતા લાચાર નાગરીકો...!!!

જામનગર તા.૧૬

વડાપ્રધાને ગરીબો માટે મફત અનાજ --રાશન આપવાની જાહેરાત કરી તેના દિવસો ઘણા વિતી ગયા પરંતુ હજુય ગરીબો માટે આ મહીના નો પુરતો જથ્થો  સમયસર પહોંચ્યો નહી  કાંતો અધુરો પહોચ્યો છે તેમજ ગત તારિખ ૧૧ થી જે જે  ૧૫ પ્રકારની અનાજ કઠોળ ખાંડ મીઠુ વગેરે મળી ચીજવસ્તુ એક વખત પૈસાથી તેમજ એક વખત ફ્રી આપવાની થાય છે ( આમ તો અંગુઠો એક સાથે જ લગાવાય ને બે ય પ્રકારનો માલ ઉધારાય જાય છે)તે માટે ની  સંવેદનશીલ જાહેરાત તો મોટા ઉપાડે થઇ ગઇ પરંતુ હજુય ગરીબો ટળવળે છે છતાય જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પુરવઠા તંત્ર નુ પેટનુ પાણી ય હલતુ નથી.....!!!???

એક તરફ ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદીમાં પુરવઠા તંત્ર   ટૂંકુ પડી રહ્યું છે એવામાં બીજી બાજુ ગરીબોને નિઃશુલ્ક આપવાનું અનાજ રાશનની દુકાનો સુધી પહોંચાડવામાં પણ ઉતાવળીયા નિર્ણય લેવામાં આવતા એકંદરે બને કામગીરી નબળી પડી છે. મફત ઘઉં-ચોખા-તુવેરાળ માટે અનેક રાશનકાર્ડ ધારકોને ધક્કા થઇ રહ્યા હોવાથી જવાબદારો વિરુધ્ધ પગલાં લેવાની માંગણી ઉઠાવવામાં આવી છે.

જામનગરવ શહેરની સો જેટલી તેમજ બંને જિલ્લાની મળી બીજી સો જેટલી  રાશન શોપ્સમાં ૨૫ થી ૩૦ ટકા અનાજ પહોંચ્યું છે અને મોટાભાગના  ને જથ્થો મળ્યો નથી. કેન્દ્રની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપવાના ધઉં-ચોખા અને તુવેરદાળ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રાહત દરે અપાતા અનાજ-ખાંડ-મીઠું હજુ અનેક દુકાને નથી પહોંચ્યા. ગોદામેથી માલ પહોંચાડવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ ઉપરાંત ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર અને લેબર સપ્લાયર એજન્સી વિરુધ્ધ પગલાં લેવા જોઇએ એમ  જાણકારો ની માંગ છે તેમજ  ગરીબોને પડતી મુશ્કેલી નિવારવા પર ભાર મૂકાયો છે

નોંધનીય છે કે સરકારે ૧૧ જૂનથી અનાજ વિતરણની મમત પકડી રાખી પરંતુ નિગમને માલ ચઢાવવા-ઉતારવા મજૂરો નથી મળતા એ વાસ્તવિકતા તરફ અનદેખી કરી. આના લીધે આજે ચોથા દિવસે પણ ર જિલ્લામાં તમામ રાશન દુકાનોને કેન્દ્રીય યોજનાનો અને  રાજ્ય સરકારના અનાજનો પુરતો જથ્થો મળેલો નથી

બીજી તરફ ચણા કરતા પણ ઘઉંની ખરીદી મોટા પડકારરુપ બની રહી છે, કેમ કે ચણામાં ૨૦ બેગની જે મર્યાદા છે તે ઘઉંમાં નથી. એક-એક ખેડૂત  કટ્ટા લઇને આવે તો રોજ પ્રત્યક સ્થળે માંડ ચારે’ક ખેડૂત પાસેથી જ ખરીદી શક્ય બને છે કરોડની કિંમતના ૯૦ હજાર કટ્ટા ઘઉં તો ખરીદી લેવાયા છે, જયારે હજુ અમુક હજારને મેસેજ કરવા બાકી છે અને છેલ્લી તારીખ ૩૦ છે. સરકારે ઘઉં ચણાની ટેકાની ખરીદીની મુદ્દત થોડા દિવસ વધારી આપી હોત તો તેમાં પણ અનુકુળતા થઇ જાત અને રાશન વિતરણ પણ ખોરંભે ન પડયું હોત, પરંતુ અણધડ નિર્ણયોને લીધે બધું બગડયું છે.

ગરીબોની પેટની આગ બુઝાવવી જરુરી નહીતો દાવાનળ  ફાટશે

જામનગર જિલ્લા વહીવટી તંત્ર મામલતદારો ડેપ્યુટી કલેક્ટરો પુરવઠા અધીકારીઓ અને જવાબદાર નિરીક્ષકો ઝોનલ ઓફીસરો નાયબ મામલતદારો સહિત સૌ એ આ બાબતને ગંભીરતાથી લેવી જોઇએ એક તરફ કોરોના મહામારી સહિતના અનેક કારણોથી  ભયંકર  મંદી  મોંઘવારી બેરોજગારી છે તેમાય ગરીબ વર્ગ ને રોજ બે ટાઇમ શું ખાવુ ઇ ચિંતા છે ઉપરથી સરકાર મસમોટિ જાહેરાત કરે છે ને સંવેદનશીલતાનો દેખાવ કરે છે પરંતુ તંત્ર લોકો પાસે અનાજ પણ જાહેર કર્યા મુજબ પહોંચાડી શકતુ નથી માટે ભય તે સેવાય છે  કે ભુખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે તો દેખાવ અને આ્‌દોલન તેમજ આક્રોશરુપી દાવાનળ નુ સ્વરુપ લઇ લેશે તેમ જાણકારો કહે છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449