જામનગર નીજીજીજીએચ સરકારી કોવિડ મા આઉટસોર્સ થી નોકરી કરતી યુવતિઓના શોષણના સનસનીખેજ આક્ષેપ

શરમજનક મામલે છાવરવાના પ્રયાસો ટુંકા પડ્યા અને ઘણા પર્દાફાશ તટસ્થ તપાસ થાય તો બહાર આવશે

મુખ્યમંત્રીની કલેક્ટરને સુચના....ગૃહમંત્રી પણ આકરા પાણીએ ....કલેક્ટરે પ્રેસકોન્ફરન્સ તાબડતોબ કરવી પડી--જરુર પડ્યે ફોજદારી ગુનો નોંધાશે

જામનગર તા.૧૬

જામનગર ની જીજીજીએચ સરકારી કોવિડ  મા  આઉટસોર્સથી રોગી કલ્યાણ સમિતિ કે કોન્ટ્રાક્ટરો દ્વારા ટેમ્પરરી નોકરી કરતિ  યુવતિઓના શોષણના સનસનીખેજ આક્ષેપ મામલે સરકારે  તપાસ કમીટી બનાવી છે જેથી આવા તત્વોને સ્થાનીક કક્ષાએથીછાવરવાના પ્રયાસો ટુંકા પડ્યા અને ઘણા પર્દાફાશ તટસ્થ તપાસ થાય તો બહાર  આવશે કેમકે  જમળઉુતાઉયફક્ષ ની કમીટી દ્વારા તપાસ માટે નિવેદન લઇ આગળની કાર્યવાહી કરવામા આવશે જે અંગે મુખ્યમંત્રીએ  કલેક્ટરને સુચના આપી છે તેમજ ગૃહમંત્રી પણ આકરા પાણીએ  હોઇ જામનગર જીલ્લા કલેક્ટરે પ્રેસકોન્ફરન્સ તાબડતોબ કરવી પડી છે જેમા કમીટી દ્વારા તપાસ કરાશે તેમ જણાવાયુ છે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી એવી ગુરુ ગોવિંદિંઘ હોસ્પીટલ અને કોવિડ હોસ્પીટલના સનસનીખેજ  મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સંવેદનશીલ બાબતે વધુ મા જાણવા મળ્યા મુજબ ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે મળેલી રાજયમંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશ્નરને સુચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ ( અજઙ) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, રાજયભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે.

અવાર-નવાર નૈગેટિવ બાબતોને લઈને ચચર્નિા ચાકડે રહેતી જામનગરની જીજી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગની યુવતિઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાની અને  દબાણપૂર્વક સેકસકાંડ ચલાવવામાં આવતું હોવાની અત્યંત ચોંકાવનારી અને સ્ફોટક વિગતો સામે આવી હતી જે યુવતિએ મીડિયા સામે ખૂલ્લંખૂલ્લા ફિઝીકલ રિલેશન રાખવા સંબંધેના કરાતાં દબાણ અંગેની વાત કરી છે તે ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત છે અને આ દિશામાં જીજી હોસ્પિટલનું તંત્ર  સમગ્ર વિગતો મેળવીને ઊંડાણ પૂર્વક તપાસ કરે  અને એ બાબત પ્રકાશમાં લાવવી જોઈએ કે, શું ખરેખર જીજી હોસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતિઓનું શારીરિક શોષણ થયું છે કે નહીં? તેવી ચર્ચા તેમજ માંગ ઉઠી હતી

 પગાર નહીં આપવા સંબંધે સંખ્યાબંધ અટેન્ડેન્ટ સેવા સદન ખાતે ધસી ગયાં હતાં અને એક આવેદનપત્ર આપ્યું હતુ તેમજ આંદોલન ની ચીમકી આપી હતી

 આવેદનપત્રમાં અટેન્ડેન્ટ યુવતિઓના શારીરિક શોષણની વાત લખવામાં નથી આવી, માત્ર શોષણની વાત લખવામાં આવી છે... પરંતુ આ સમગ્ર ઘટનાનું કવરેજ કરવા પહોંચેલ મીડિયા સમક્ષ એક અટેન્ડેન્ટ યુવતિએ આપવીતિ દશર્વી તેમાંથી કાંડ જેવી ગંભીર બાબતનો ભાંડાફોડ થયો હતો

 યુવતિએ ખૂલ્લંખૂલ્લા કહ્યું છે કે, જીજી અને કોવિડ હોસ્પિટલના સુપરવાઈઝરો અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતિઓને ધરાહર ફ્રેન્ડશીપ કરવા મજબૂર કરે છે, ફિઝીકલ સંબંધ બાંધવા માટેનું દબાણ કરે છે, આ બાબત ખૂબ જ ચોંકાવનારી છે.

આ યુવતિએ જ્યારે મીડિયાની સામે જાહેરમાં આવી ચોંકાવનારી વાત કરી છે ત્યારે જરી છે કે, જીજી હોસ્પિટલના તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ વિષયમાં ઊંડા ઊતરીને આ ચોંકાવનારા આક્ષેપ સંબંધે ખરાઈ કરવામાં આવે અને જો અટેન્ડેન્ટ યુવતિઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોય તો કોરોના કાળમાં મોઢું કાળું કરનારા સુપરવાઈઝરો સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી હતી

 સરકારી જીજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલી અટેન્ડેન્ટ યુવતિઓ સાથે ફિઝીકલ સંબંધનું દબાણ કરાતું હોવાનો સનસનીખેજ આક્ષેપ જ્યારે ખૂદ એક યુવતિ દ્વારા જ મીડિયા સમક્ષ બહાદુરીપૂર્વક કરવામાં આવ્યું છે ત્યારે હવે જરી બને છે કે, આ બાબતની ઊંડી અને સર્વગ્રાહી તપાસ થવી જોઈએ, કેટલી યુવતિઓને આ પ્રકારે પજવવામાં આવી? કેટલી યુવતિઓ મજબૂરીના કારણે હવસના પૂજારીઓને વશ થઈ? આ મહાપાપ આચરનારા કોણ? અને ખાસ કરીને કેટલી સંખ્યામાં યુવતિઓ સાથે શારીરિક શોષણ કરાયું? એ અતિ ગંભીર બાબત સપાટી પર લાવવા માટે કડક તપાસ જરુરી જ હતી જે સમગ્ર મામલાને સરકારે ગંભીરતાથી લઇ કલેક્ટર રવિશંકરને મુખ્યમંત્રી રુપાણી ની સુચના મુજબ  ગૃહમંત્રી પ્રદીપસિંહે તપાસ કરવા આદેશ અપાતા  એસડીએમ ડીવાયએસપી અને ડીન ની  કમીટી બનાવાય છે જેને યુવતિઓના નિવેદન લેવાનુ શરુ કર્યુ છે  જામનગર ની સરકારી હોસ્પીટલ મેડીકલ કોલેજ પંચાયતના દવાખાના સીએચસી શહેરની  ડીસ્પેન્સરીઓ વગેરેમા આરોગ્ય સ્ટાફનુ પ્લેસમેન્ટ કરવા કોન્ટ્રાક્ટ અપાયા છે જેમાથી અમુક કોન્ટ્રાક્ટર સામે છુપો અસંતોષ ફરિયાદો ના ગણગણાટ ચાલુ છે તે પણ આગામી દિવસોમા બહાર આવશે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449