પરિણિત લાઇફમાં ફરી રોમાન્સ લાવો

લગ્ન બાદ મોટા ભાગના કપલની વચ્ચે રોમાન્સ ઘટી જાય છે. જે સંબંધ માટે સારી બાબત નથી. આવી સ્થિતીમાં કોઇ પણ એક પ્રસંગને અવસરમાં ફેરવી દેવાની જરૂર હોય છે. સારી તારીખ પણ સારા પ્રસંગ પૈકી એક તરીકે છે. પોતાના પ્રેમને ફરી એક્સપ્રેસ કરવા અને લવ લાઇફમાં રોમાન્સને ફરી લાવવા માટેની બાબત ખુબ જરૂરી છે. વેલેન્ટાઇન ડે વાત કરવામાં આવે તો તે માત્ર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ માટે નહીં બલ્કે પતિ અને પત્નિ  માટે પણ હોય છે. જો કે કેટલીક વખત કપલ્સ આ બાબતને લઇને ફરિયાદ કરે છે કે લગ્ન બાદ તેમની લવ લાઇફમાં રોમાન્સ અને  પ્રેમ રોમાન્સ બંને ખતમ થઇ ગયા છે. સ્વાભાવિક બાબત એછે કે આવુ થવાની બાબત સંબંધ માટે કોઇ પણ રીતે યોગ્ય નથી. વેલેન્ટાઇન ડેના પ્રસંગે કેટલીક ખાસ બાબતનો પ્રયોગ કરીને પ્રેમને ફરી હાંસલ કરી શકાય છે. આના માટે કેટલીક ટિપ્પ આપના માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. બ્રેકફાસ્ટ સાથે આની શરૂઆત કરી શકાય છે. મોટા ભાગના મેરિડ કપલ્સ વચ્ચે આજે પણ વાઇફ જ બ્રેક ફાસ્ટથી લઇને દરેક મિલની કાળજી લેતી રહે છે. જો કે કોઇ ખાસ દિવસે તમારી પત્નિ કરતા વહેલી તકે ઉઠીને તેમને બ્રેક ફાસ્ટ બનાવીને સરપ્રાઇઝ આપી શકાય છે. જો કુકિંગમાં કાચા છો તો માર્કેટથી પહેલાથી જ રેડી ટુ ઇટ  મેડ ફુડ આઇટમ્સ લાવી દેવાની જરૂર છે. જે હેલ્થી અને ટેસ્ટી પણ રહે છે. બ્રેકફાસ્ટની ટ્રેમાં રોમાન્ટિક મેસેજ લખવામાં આવે તે જરૂરી છે. મેરિડ કપલ્સ જો કામકાજી છે તો સાથે સમય ગાળવાની બાબત ખુબ મુશ્કેલરૂપ રહે છે. આવી સ્થિતીમાં એક દિવસનો સમય એકબીજા માટે કાઢવામાં આવે તે જરૂરી છે. કોઇ પણ એક દિવસ સાથે ગાળવાનો પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. રોમેન્ટિક ડેની રોમેન્ટિક શરૂઆત બાદ બંને ડેની સાથે શરૂઆત કરવામાં આવે તે જરૂરી છે. ડેની એક્ટિવિટી પ્લાન કરી શકાય છે. વધુને વઘુ સમય સાથે ગાળવામાં આવે તે જરૂરી છે. લવ લાઇફ એજ વેળા રોમેન્ટિક બને છે જ્યારે ટાઇમ ટાઇમ પર પ્રેમમા નવા તડકા લાગે છે. જો કે અમે તેને પાળી શકતા નથી. લાઇફ કોઇ ત્રણ કલાકની ફિલ્મ નથી. જેની પટકથા પહેલાથી જ તમામને રહેલી હોય છે. જો કે અમને રોમાન્સની તો જરૂર હોય છે. દિવસની રોમેન્ટિક શરૂઆત કર્યા બાદ સાથે શાવર લેવાની બાબત પણ ઉપયોગી હોય છે. પ્રેમમાંથી જઇ ચુકેલા ઇન્ટિમેસીને પણ ફરી સજીવન કરી શકાય છે ફિજિકલ ઇન્ટીમેસી પણ રિલેશનશીપમાં હમેંશા ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. લંચ ડેટ વાઇફના ફેવરીટ રેસ્ટોરન્ટમાં એડવાન્સ બુકિંગ કરીને આગળ વધી શકાય છે. ભોજનની પસંદગી પણ પત્નિ નક્કી કરે તે ઉપયોગી હોય છે. પોતાના માટે પણ તેમને જ ઓર્ડર કરવાની તક આપવામાં આવે તે જરૂરી છે. આ બાબત તેમને ખાસ ફિલ ઓફર કરાવે છે. એવી જગ્યાએ પણ જવાની જરૂર હોય છે જે તેમને જુની યાદમાં લઇને જઇ શકે છે. આ બાબતોના કારણે જુની યાદોને તાજી કરવામાં ભૂમિકા અદા કરે છે. તેમની વચ્ચે કેટલો પ્રેમ છે તે બાબત નક્કી કરવાની પણ તક મળે છે. પતિ અને પત્નિ વચ્ચે રોમાન્સને સજીવન કરવા માટે પ્રયાસો સતત થાય તે જરૂરી છે. કેટલીક બાબતો ન કરવાની પણ તમામને સલાહ આપવામાં આવે છે. આધુનિક મોંઘવારીના સમયમાં પતિ અને પત્નિ વચ્ચે એકબીજા માટે સમય ઓછો હોય છે. કારણ કે બંને મોટા ભાગે નોકરી કરનાર પૈકી હોય છે. આવી સ્થિતીમાં તેમની વચ્ચે પ્રેમ અને રોમાન્સ માટે સમય કાઢવાની બાબત મુશ્કેલરૂપ હોય છે. પરિણિત દંપત્તિમાં પ્રેમ ઘટી જવા માટેના કેટલાક કારણો હોય છે. જે પૈકી એક કારણ સામાજિક જવાબદારી પણ હોય છે. કેટલીક બાબતોને લઇને દંપતિને હમેંશા વાંધો રહે છે. જો ગિફ્ટ અપાવવા માટે કોઇ જગ્યાએ પહોંચી રહ્યા છો તો ક્યારેય એમ કહી શકાય નહીં કે આ ચીજ વધારે મોંઘી રહેલી છે. ઘર અને વર્કના સ્ટ્રેસને સંબંધો પર પડવાની તક આપવી જોઇએ નહીં. જો પત્નિ સાથે રહેલી છે તો મોબાઇલ પર ચોંટી રહેવાની બાબત યોગ્ય નથી. કોઇ પણ જગ્યાએ ખરીદી કરતી વેળા માત્ર કાર્ડ અથવા તો કેશ લઇને જવુ જોઇએ નહીં. કારણ કે કેટલીક જગ્યાએ કેશ અને કાર્ડ બંનેની જરૂર પડી શકે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449