યોગ્ય રીતે બ્રશ ન કરવાથી ઘાતક રોગ

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે જે લોકો સવારમાં બ્રશ એક રૂટીન પ્રક્રિયા તરીકે ગણીને સામાન્ય રીતે કરે છે તેમને કેટલીક જીવલેણ બિમારીનો ખતરો રહે છે. રૂટીન ડેલી હિસ્સા તરીકે ગણીને જે લોકો ઉતાવળમાં બ્રશ કરે છે તેમને અનેક પ્રકારની તકલીફ ધીમે ધીમે થવા લાગી જાય છે. કેટલાક લોકો રાત્રી ગાળામાં જ ઉંઘતા પહેલા નિયમિત રીતે બ્રશ કરવાનુ ભુલી જાય છે. વીકેન્ડ પર આલસ લાગવાની સ્થિતીમાં બ્રશ કર્યા વગર બ્રેક ફાસ્ટ કરી લેવામાં આવે છે. આ તમામ પ્રશ્નોના જવાબ જો તમે હામાં આપી રહ્યા છો તો સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે આપના માટે એક ખરાબ સમાચાર છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ખરાબ ઓરલ હેલ્થના કારણે લિવર કેન્સર સહિતની જીવલેણ બિમારી થવાનો ખતરો રહે છે. લિવર કેન્સરનો ખતરો ૭૫ ટકા સુધી વધી જાય છે. યુકેના બેલ્ફાસ્ટ સ્તિત ક્વીન્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓરલ હેલ્થ કન્ડીશન્સ અને પેટ સાથે જોડાયાલા કેટલાક પ્રકારના કેન્સરનો ખતરો વધી જાય છે. જેમાં લિવર કેન્સર, રેક્ટમ કેન્સર અને પેનક્રિયાઝ કેનમ્સરના જોખમ વચ્ચે સીધા કનેક્શન રહેલા છે. અભ્યાસમાં જાણવા મળ્યુ કે મો સાથે જોડાયેલી કોમન સમસ્યા પણ જોખમ વધારે છે. કેન્સરની બિમારીની સાથે દાંતની કેટલીક સમસ્યાના સીધા સંબંધ રહેલા છે. જો કે પેટ સાથે જોડાયેલા બાકી કેન્સરના રોગ અને ઓરલ હેલ્થની વચ્ચે કોઇ પણ પ્રકારના કનેક્શન દેખાયા નથી. જો કે હેપાટોબાઇલરી કેન્સર અને ઓરલ હેલ્થની વચ્ચે સીધા સંબંધ હોવાના પુરાવા મળ્યા છે. મોના ખરાબ સ્વાસ્થ્યના કારણે માત્ર કેન્સર જ નહીં બલ્કે હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી બિમારીનો ખતરો રહે છે. છ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવ્યા બાદ આના તારણ રજૂ કરવામાં આવ્યા હતા. સ્ટડીમાં સામેલ કરવામાં આવેલા ચાર લાખ ૭૦ હજાર લોકોના અભિપ્રયાસ લેવામાં આવ્યા હતા. ખરાબ ઓરલ હેલ્થ અને લિવર કેન્સરની વચ્ચે લિન્ક હોવાના હેવાલમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારે ઉઠીને અમે જે ટુથપેસ્ટથી બ્રસ કરી રહ્યા છીએ તે અમારી અંદર ઝેર પહોંચાડે છે. એક ટૂથપેસ્ટમાં નવ સિગારેટ જેટલું નિકોટીનનું પ્રમાણ હોઈ શકે છે. દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચે પોતાની તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે.

આ સંસ્થાએ કહ્યું છે કે તમામ ટુખપેસ્ટ બનાવટી કંપનીઓ લોકોના દાંતને ખરાબ કરવાની પ્રક્રિયામાં જોડાયેલી છે. આ સંસ્થાના પૂર્વ અધિકારી અને પ્રોફેસર એસ એસ અગ્રવાલે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ તમામ ટોચની કંપનીઓના પેસ્ટને લઈને તપાસ કરવામાં આવી ચૂકી છે. આમાંથી ૧૧ પેસ્ટ અને દાતમંજનમાં નિકોટીનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે જોવા મળ્યું છે. પેસ્ટમાં યુઝીનોલ અને ટારનું પ્રમાણ પણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ફ્લોરાઈડનું પ્રમાણ પણ મોટી માત્રામાં જોવા મળ્યું છે. ઘણા પેસ્ટ અને દાંતમંજનમાં ૧૮ મિલીગ્રામ સુધી નિકોટીનનું પ્રમાણ જોવા મળ્યું છે. એક સિગારેટમાં ૨થી ૩ મિલીગ્રામ નિકોટીનનું પ્રમાણ રહે છે. આ રીતે જોવા જઈએ તો પેસ્ટમાં ૮થી ૯ સિગારેટ સમાન નિકોટીનનું પ્રમાણ રહે છે. નિકોટીન ડિમાગને તાજગી ઉપલબ્ધ કરાવે છે પરંતુ તેની આડ અસરો પણ રહેલી છે. યુઝીનોલ પીડાને ઘટાડે છે. મોટાભાગની કંપનીઓ દાંતમાં રહેતી પીડાને દૂર કરવા માટે આનો ઉપયોગ કરે છે પરંતુ હાર્ટની ધમની પર તેની માઠી અસર થાય છે. ટૂથપેસ્ટમાં સામેલ ટાર કેન્સર માટે મોટું કારણ હોઈ શકે છે. પેટ ઉપર પણ તેની પ્રતિકૂળ અસર થાય છે. આનાથી ભૂખનું પ્રમાણ ઘટી જાય છે. ટૂથપેસ્ટને લઈને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી અન્ય બાબતો પણ જાણવા મળી છે જેમાં વધુ અભ્યાસ કરવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449