MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ મેટલડેક્સ વાયદામાં ઓપન ઈન્ટરેસ્ટ રેકોર્ડ સ્તરે નોંધાયો

બુલડેક્સ ફ્‌યુચર્સમાં ૪૨ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્‌યુચર્સમાં ૧૫૩ પોઈન્ટની મૂવમેન્ટઃ સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ સીપીઓ, મેન્થા તેલમાં સુધારોઃ કપાસ, રબરમાં નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં ૧,૧૨,૮૩૮ સોદાઓમાં કુલ રૂ.૯,૫૯૨.૮૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭ ઢીલો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૭૦ વધીને ટ્રેડ થઈ રહૃાો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા હતા. સીપીઓ અને મેન્થા તેલમાં સુધારા સામે કપાસ અને રબરમાં નરમાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે મોડી રાત્રે પૂરા થતા સત્રમાં બિનલોહ ધાતુઓના સૂચકાંક એમસીએક્સ મેટલડેક્સમાં ૧,૧૦૯ લોટ્‌સનો રેકોર્ડ ઓપન નોંધાયો હતો, જે તેના શરૂ થયાથી અત્યાર સુધીમાં ઉચ્ચતમ સ્તરે રહૃાો હતો. બુધવારે પ્રથમ સત્ર સુધીમાં ઈન્ડેક્સ ફ્‌યુચર્સમાં ૧,૨૭૪ સોદાઓમાં રૂ.૯૮.૯૦ કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં ૪૮૯ સોદાઓમાં રૂ.૩૯.૬૫ કરોડનાં ૫૨૬ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૭૮૫ સોદાઓમાં રૂ.૫૯.૨૫ કરોડનાં ૮૦૩ લોટ્‌સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં ૧,૩૭૮ લોટ્‌સ અને મેટલડેક્સ વાયદામાં ૧,૨૧૬ લોટ્‌સના સ્તરે રહૃાો હતો. બુલડેક્સ જૂન વાયદો ૧૫,૦૭૦ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૦૯૫ અને નીચામાં ૧૫,૦૫૩ના સ્તરને સ્પર્શી, ૪૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૫ પોઈન્ટ વધી ૧૫,૦૬૦ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો ૧૪,૮૩૫ના સ્તરે ખૂલી, ૧૫૩ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૮૨ પોઈન્ટ ઘટી ૧૪,૭૪૫ના સ્તરે પહોંચ્યો હતો.

કીમતી ધાતુઓમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં સોના-ચાંદીમાં ૫૧,૭૨૪ સોદાઓમાં કુલ રૂ.૩,૩૨૪.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૪૮,૪૫૮ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૪૮,૫૬૪ અને નીચામાં રૂ.૪૮,૩૯૧ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ ઘટી રૂ.૪૮,૪૧૭ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૬ વધી રૂ.૩૮,૯૦૪ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૨ ઘટી રૂ.૪,૭૮૬ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો ૧ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૭૧,૫૦૦ દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૭૧,૬૮૯ અને નીચામાં રૂ.૭૧,૪૪૪ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭૦ વધી રૂ.૭૧,૫૧૮ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

એનર્જી સેગમેન્ટમાં ૨૬,૭૫૩ સોદાઓમાં કુલ રૂ.૧,૬૭૩.૪૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં રૂ.૫,૩૦૦ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૫,૩૪૦ અને નીચામાં રૂ.૫,૨૮૬ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે ૧ બેરલદીઠ રૂ.૨૪ વધી રૂ.૫,૩૦૪ બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન વાયદો ૧ એમએમબીટીયૂદીઠ રૂ.૨.૩૦ ઘટી રૂ.૨૩૫.૪૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩,૩૨૪ સોદાઓમાં રૂ.૪૨૬.૮૧ કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.૧,૩૦૫ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૩૦૫ અને નીચામાં રૂ.૧૩૦૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટી રૂ.૧૩૦૨.૫૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. આ સામે રબર જૂન વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૧૪૫ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૭,૧૪૫ અને નીચામાં રૂ.૧૬,૯૦૦ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૮ ઘટી રૂ.૧૬,૯૬૪ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. સીપીઓ જૂન કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૯૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૧૦૩૫.૯૦ અને નીચામાં રૂ.૯૯૯ના સ્તરને સ્પર્શી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧ વધી રૂ.૧૦૨૨.૫૦ના ભાવે ટ્રેડ થઈ રહૃાો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જૂન કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૧૬ વધી રૂ.૯૭૯ અને કોટન જૂન કોન્ટ્રેક્ટ ૧ ગાંસડીદીઠ રૂ.૧૮૦ ઘટી રૂ.૨૩૮૭૦ના ભાવે બંધ થયો હતો.

કામકાજની દષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૧૦,૫૨૯ સોદાઓમાં રૂ.૧,૫૬૦.૧૭ કરોડનાં ૩,૨૧૮.૨૧૩ કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં ૪૧,૧૯૫ સોદાઓમાં કુલ રૂ.૧,૭૬૪.૩૮ કરોડનાં ૨૪૬.૦૩૪ ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં ૯,૯૯૪ સોદાઓમાં રૂ.૮૨૩.૨૪ કરોડનાં ૧૫,૫૦,૨૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસના વાયદાઓમાં ૧૬,૭૫૯ સોદાઓમાં રૂ.૮૫૦.૨૨ કરોડનાં ૩,૬૦,૪૩,૭૫૦ એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં ૫ સોદાઓમાં રૂ.૦.૧૩ કરોડનાં ૨૦ ટન અને કોટનના વાયદાઓમાં ૩૯૬ સોદાઓમાં રૂ.૩૩.૭૪ કરોડનાં ૧૪૦૨૫ ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં ૨૩૯ સોદાઓમાં રૂ.૧૦.૬૩ કરોડનાં ૧૦૭.૨૮ ટન, રબરના વાયદાઓમાં ૩૫ સોદાઓમાં રૂ.૦.૬૦ કરોડનાં ૩૫ ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં ૨,૬૪૯ સોદાઓમાં રૂ.૩૮૧.૭૧ કરોડનાં ૩૭,૭૮૦ ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૬,૩૧૦.૯૫૭ કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં ૫૨૪.૭૧૩ ટન, ક્રૂડ તેલમાં ૧૦,૮૦,૯૦૦ બેરલ્‌સ અને નેચરલ ગેસમાં ૨,૯૦,૧૫,૦૦૦ એમએમબીટીયૂ તેમ જ કપાસમાં ૩૨ ટન, કોટનમાં ૧૯૭૩૫૦ ગાંસડી, મેન્થા તેલમાં ૯૪.૬૮ ટન, રબરમાં ૨૦૦ ટન, સીપીઓમાં ૬૩,૪૧૦ ટનના સ્તરે રહૃાો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં ૧૧,૮૩૬ સોદાઓમાં રૂ.૧,૦૮૧.૧૭ કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૮૬.૯૧ કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૫૭.૫૩ કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.૯૩૬.૫૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્‌સમાં સોનું રૂ.૪૯,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૮ ખૂલી, ઊપરમાં રૂ.૫૮૦ અને નીચામાં રૂ.૫૧૨ રહી, અંતે રૂ.૨૩ વધી રૂ.૫૩૪ થયો હતો. જ્યારે ચાંદી રૂ.૭૨,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૭૬૭ ખૂલી, ઊપરમાં રૂ.૮૨૫ અને નીચામાં રૂ.૭૩૧ રહી, અંતે રૂ.૫૪.૫૦ વધી રૂ.૭૭૦.૫૦ થયો હતો. ક્રૂડ તેલ રૂ.૫,૩૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૮૦ અને નીચામાં રૂ.૫૨.૫૦ રહી, અંતે રૂ.૧૫.૫૦ વધી રૂ.૬૫.૭૦ થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું રૂ.૪૭,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૨ અને નીચામાં રૂ.૨૪૬ રહી, અંતે રૂ.૯ વધી રૂ.૨૬૬.૫૦ થયો હતો. જ્યારે ચાંદી રૂ.૭૦,૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ કિલોદીઠ રૂ.૪૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૧ અને નીચામાં રૂ.૩૪૫ રહી, અંતે રૂ.૧૧૭ ઘટી રૂ.૩૮૦ થયો હતો. ક્રૂડ તેલ રૂ.૫,૩૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ૧ બેરલદીઠ રૂ.૪૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૧.૩૦ અને નીચામાં રૂ.૩૯.૧૦ રહી, અંતે રૂ.૧૨.૪૦ ઘટી રૂ.૬૦.૩૦ થયો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449