ચિરાગ પાસવાનના નિતીશ કુમાર અને પશુપતિ પારસ વિરુદ્ધ આરોપો મૂક્યા

પટણા,તા.૧૬

ચિરાગ પાસવાને આખરે જેડીયુ અને કાકા પશુપતિ પારસની સામે જંગનું એલાન કરી દીધું છે. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પાસવાને નીતિશ કુમાર અને પોતાના કાકા પશુપતિ પારસ પર અનેક આરોપો લગાવ્યા હતા.

ચિરાગે આ દરમિયાન નીતિશ કુમાર પર સીધો આરોપ લગાવતા કહ્યું કે, અમે લોકોએ ગઠબંધનથી અલગ થઈને મજબૂતી સાથે ચૂંટણી લડ્યા. ચૂંટણી પહેલાં જ્યારે પાપા (રામવિલાસ પાસવાન) હોસ્પિટલમાં હતા ત્યારે પણ જેડીયુના અમુક લોકો એલજેપી તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને યાદ છે કે જ્યારે પાપા આઇસીયુમાં હતા ત્યારે પણ તેઓએ પાર્ટીના અમુક નેતાઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મીડિયામાં અમુક લોકો આ પ્રકારની ભ્રામક ખબરો આવી રહી છે કે પાર્ટી તૂટી રહી છે. તેઓએ કાકાને પણ આ સંદર્ભમાં કહ્યું હતું.

ચિરાગે પોતાના કાકા સહિત પાંચ સાંસદોને એક રીતે રણછોડ કહ્યા હતા. એક વાત સ્પષ્ટ હતી કે પાર્ટીમાં અમુક લોકો સંઘર્ષના રસ્તા પર ચાલવા તૈયાર ન હતા. તે ઈચ્છતા હતા કે તે સુરક્ષિત રાજનીતિ કરતા રહે. હું એ વાતનો સ્વીકાર કરું છું કે જો બીજેપી+જેડીયુ+એલજેપી મળીને બિહાર ચૂંટણીમાં ઉતરતી તો લોકસભા ચૂંટણીની જેમ એકતરફી પરિણામ આવતું. પણ એ પરિણામ માટે મને નીતિશ કુમારને નતમસ્તક થવું પડતું.

મેં બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ વિઝન ડોક્યુમેન્ટ બિહારના દરેક જિલ્લાથી સલાહ લઈને તૈયાર કર્યું હતું. તેને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. કોઈપણ ગઠબંધનમાં આ પ્રકારે કામ થતું નથી. કોમન મિનિમમ પ્રોગ્રામથી જ સરકારો બને છે અને ચાલે છે. મને ૭ નિશ્ચય પર ભરોસો નથી. મેં પાર્ટીના સમર્થનથી આ નિર્ણય લીધો હતો. મારા કાકા સહિત જે લોકોને સંઘર્ષની રાજનીતિ કરવી નથી એ લોકોએ આ દરમિયાન તેનો વિરોધ કર્યો હતો. મારા કાકા ચૂંટણી પ્રચારમાં પણ કોઈ ભૂમિકા નિભાવી ન હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449