ટીએમસીએ પ્રશાંત કિશોરની જવાબદારી ૨૦૨૬ સુધી લંબાવી

કોલકાત્તા,તા.૧૬

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીની જીતમાં તેમનું મહત્વનું યોગદાન માનવામાં આવી રહ્યુ છે. ચૂંટણી પરિણામ બાદ જોકે, તેમણે ખુદને આ કાર્યથી અલગ કરી લીધા છે પરંતુ તેમની કંપની આઇ-પીએસીને મમતા બેનરજીએ ૨૦૦૨૬ સુધીની વિધાનસભા ચૂંટણીની જવાબદારી પણ સોપી દીધી છે.

આઇપૈક બંગાળમાં ટીએમસી માટે તમામ રીતની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું કામ કરશે. પછી તે પંચાયત ચૂંટણી હોય કે સ્થાનિક ચૂંટણી હોય. કંપની સાથે ટીએમસીનો આ કોન્ટ્રાક્ટ આગામી વિધાનસભા ચૂંટણી સુધી રહેશે. મહત્વપૂર્ણ છે કે ટીએમસી અન્ય રાજ્યમાં પણ પોતાની રાજકીય જમીન તૈયાર કરવા માંગે છે. પ્રશાંત કિશોરની ટીમ પહેલાથી જ ત્રિપુરામાં છે. સમાચાર અનુસાર, ટીએમસી યુપીમાં પણ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449