ઈસ્લામાબાદ હાઈકોર્ટે કુલભૂષણ જાધવ કેસની સુનાવણી ૫ ઓક્ટોબર સુધી ટાળી

ઇસ્લામાબાદ,તા.૧૬

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નેવીના નિવૃત્ત કર્મચારી કુલભૂષણ જાધવની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આજે પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થઈ હતી. પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટેના દેશ એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાનના અનુરોધ પર મોતની સજા પામી ચૂકેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ માટે એક વકીલ નિયુક્ત કરવાની સરકારની અરજી પર સુનાવણી ૫ ઓક્ટોબર સુધી સ્થગિત કરી છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટે ભારતીય ઉચ્ચાયોગના વકીલની સુનાવણીની આગામી તારીખ પર કોર્ટ સમક્ષ રજૂ કરવાની નોટિસ જાહેર કરી છે. ૭ મેએ મામલાની છેલ્લી સુનાવણીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની ઉચ્ચ બેન્ચે ભારતને ૧૫ જૂન સુધી જાધવ માટે વકીલ નિયુક્ત કરવાનો વધુ એક મોકો આપ્યો હતો.

છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાન સરકારે નેશનલ એસેમ્બલીથી એક એવું બીલ પસાર કર્યું હતું, જે અંતર્ગત ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોતની સજા સામે અપીલ કરવાનો અધિકાર આપી દીધો છે. પાકિસ્તાની સંસદના નીચલા સદને ગયા અઠવાડિયે ગુરૂવારે આઈસીજે (સમીક્ષા અને પુનઃવિચાર) બિલ ૨૦૨૦ને મંજૂરી આપી દીધી છે. આ વિધેયકમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ ના આદેશ અનુસાર જાધવને ડિપ્લોમેટિક પહોંચ આપવાની પણ પરવાનગી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449