પાકિસ્તાની સાંસદોની શરમજનક હરકત, સંસદમાં ગાળો બોલી ધક્કામુક્કી કરી

ઇસ્લામાબાદ,તા.૧૬

પાકિસ્તાનની સંસદમાં મંગળવારે ખૂબ જ હંગામો, અપશબ્દો અને મારઝૂડના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિ ત્યાં સુધી બગડી ગઈ હતી કે સાંસદોએ પોતાની જગ્યાએથી ભાગી જવાની નોબત સર્જાઈ હતી. આ ઘટનામાં એક મહિલા સાંસદ ઈજાગ્રસ્ત થઈ હતી. શુક્રવારે ઈમરાન ખાન સરકારે પોતાનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષે આ બજેટને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું અને ગરીબો વિરોધી જણાવ્યું હતું. મંગળવારે આ અંગે ચર્ચા થવાની હતી. પણ સ્થિતિ ત્યાં સુધી કથળી ગઈ કે ચર્ચા તો દૂર આ અંગે દરખાસ્ત પણ રજૂ કરી શકાઈ ન હતી.

બજેટ દરખાસ્ત અંગે ચર્ચા માટે મંગળવારે વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. શુક્રવારે નાણાં મંત્રી શોકત તરીને બજેટ રજૂ કર્યું હતું. ઈમરાન સરકારને અત્યારે ત્રણ વર્ષ થયા છે અને શોકત તેમના ચોથા નાણાં મંત્રી છે. શોકત અને તેમના ભાઈ જહાંગીર તરીન પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ છે. વિપક્ષનો આરોપ છે કે શૌકત અને જહાંગીરને એટલા માટે બચાવવામાં આવી રહ્યા છે કારણ કે તે ઈમરાનના નજીકના છે. વિપક્ષના નેતા શહબાજ શરીફ જેવા બોલવા માટે ઉભા થયા તો સત્તા પક્ષના લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. શરીરે પોતાનું ભાષણ બંધ કરી દેવું પડ્યું હતું. જોકે ત્યાં સુધીમાં સંસદ યુદ્ધના મેદાનમાં તબદિલ થઈ ચુક્યું હતું.

કેટલાક સમયમાં સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદ એકબીજાની સામે આવી ગયા હતા. બજેટની નકલો એકબીજા પર ફેકી હતી. ત્યારબાદ મેજ પર રાખવામાં આવેલા સામાન એકબીજા પર ફેકી હુમલો કર્યો. ત્યારબાદ કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449