આર્મી જવાને પ્રેમમાં અંધ બની પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપી તરછોડતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર,તા.૧૬

અમદાવાદમાં રહેતા અને જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મી જવાને પ્રેમમાં અંધ બની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી હતી. જેમાં ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં યુવતીએ પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના કલોલ મુકામે રહેતી ૨૪ વર્ષીય રિદ્ધિના લગ્ન ગત તા. ૫ મી માર્ચ ૨૦૧૮ નાં રોજ અમદાવાદ સૈજપુર બોગાની ખોડીયાર જ્યોત સોસાયટી તથા મૂળ બામણવા વડનગરના વતની બ્રિજેશ ભુપતસિંહ ચૌહાણ સાથે થયા હતા. લગ્ન પછી લગ્નજીવનના હકો ભોગવવા માટે સાસરીમાં રહેવા ગઈ હતી. જેમાં પતિ જમ્મુ કાશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. લગ્નના થોડા દિવસો બધું વ્યવસ્થિત ચાલતું રહ્યું હતું. ત્યારે એક દિવસ બ્રિજેશ મોડી રાત્રે ચિક્કાર દારૂ પીને ઘરે આવ્યો હતો. જેથી રિદ્ધિએ મોડાં ઘરે આવવાનું કારણ પૂછતાં બ્રિજેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેને માર માર્યો હતો. આ બાબતે યુવતીએ સાસુ ગીતાબેન તેમજ સસરા ભૂપતસિંહને વાત કરતા તેઓએ પણ બ્રિજેશનું ઉપરાણું લઇને તેને મેણા ટોણા માર્યા હતા.

ત્યાર પછીથી રિદ્ધિને અવારનવાર કામ બાબતે વાંધા વચકા કાઢી સાસરિયા ત્રાસ આપતા રહેતા હતા. પણ ઘરસંસાર તૂટે નહીં તે માટે રિદ્ધિ બધો ત્રાસ સહન કરતી રહેતી હતી. જ્યારે તેનો પતિ બ્રિજેશ ચોરી છૂપીથી તેની પ્રેમિકા બિંદીયા સાથે વાત કરતો રહેતો હતો. જેની જાણ કોઈ રીતે રિદ્ધિને થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અનેક અરમાનો સાથે બ્રિજેશ સાથે લગ્ન કરનાર રિદ્ધિને પતિના અવૈધ સંબંધોની જાણ થઈ જતાં અવારનવાર ઝગડા થવા લાગ્યા હતા.

ત્યારે બ્રિજેશ રિદ્ધિને કહેતો હતો કે ચૂપચાપ અહીં પડી રહેજે નહીં તો તને રાખીશ નહીં. તો સાસુ સસરા પણ તેણીને કહેવા લાગેલા કે બ્રિજેશ અને અમે કહીએ એ રીતે જે તારે રહેવાનું છે. તું અમારા ઘરની નોકરાણી છે. પિયરમાંથી રૂ.૫ લાખ લઈ આવજે એમ કહી ત્રાસ આપતા હતા. અને બ્રિજેશ જમ્મુ કાશ્મીર નોકરી પર જતો રહ્યો હતો. ત્યારે રિદ્ધિ તેને ફોન કરતી ત્યારે તેનો ફોન સતત કલાકો સુધી વ્યસ્ત આવતો રહેતો હતો.

થોડા સમય પછી પ્રેમ પ્રકરણ જાહેર થઈ જતાં બ્રિજેશે પ્રેમિકા બિંદીયા સાથે વાત નહીં કરવાની ખાત્રી આપતા પાછો ઘર સંસાર વ્યવસ્થિત ચાલવા લાગ્યો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનાં પતિ એ હજી પણ ચોરીછૂપીથી તેની પ્રેમિકા સાથે સંબંધો ચાલુ જ રાખ્યા છે. સમય જતાં ફરીવાર બ્રિજેશનો ભાંડો રિદ્ધિ આગળ ફૂટી જતાં તેણે લેખિતમાં બાહેધરી આપી રિદ્ધિનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી હતી. તે દરમ્યાન મોબાઈલ ઉપર બિંદીયાએ અંજના પટેલ બનીને ધમકી આપી હતી કે તું બ્રીજેશને છૂટાછેડા આપી દે અને દવા પી કે હું દવા આપી મારી નાખું. મારે બ્રિજેશ જોડે લગ્ન કરવાના હતા. તું ખસી જજે નહીં તો તને મારી નાખીશ.

આ વાતની જાણ પતિને કરવામાં આવતા તેણે પણ પોતાની પત્નીનું ઉપરાણું લઇને રિદ્ધિને ટાટીયા તોડી નાંખવાની ધાકધમકી આપી હતી. આખરે કંટાળીને રિદ્ધિ તેના પિયર ગાંધીનગર આવી ગઈ હતી. અહીં પણ બ્રિજેશ દ્વારા જીતેન્દ્ર રાજપુત તેમજ રણજીત પ્રજાપતિ નામના ઇસમોને મોકલીને રિદ્ધિને છૂટાછેડા લઈ લેવાની ધાક ધમકી આપવામાં આવી હતી. ત્યારે તરફથી પણ કોઇ સમાધાનકારી વલણ અપનાવવામાં નહીં આવતા આખરે રિદ્ધિએ તેના પતિ તેમજ તેના સાસુ-સસરા વિરોધ ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449