ધોરણ-૧૦નું પરિણામ ૨૪મી જૂન સુધી જાહેર થવાની સંભાવના

ગાંધીનગર,તા.૧૬

કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃતિઓ માથે બ્રેક લાગી ગઈ છે. આ કપરા સમયમાં મોટેરાઓ જ્યાં હેરાન થયા છે, ત્યાં નાના બાળકો અને વિદ્યાર્થીઓના હિતને જોતા સરકારોએ સમય સમયે નિર્ણયો લઈને શાળાકીય પ્રવૃતિઓને બંધ રાખી હતી, જે બાદ પરીક્ષાઓ રદ કરી માસ પ્રમોશનના નિર્ણયો પણ લેવાયા છે. જો કે, વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતો સૌથી મોટો પ્રશ્ન તો પરિણામનો છે.

ત્યારે હવે એવી વાવડ આવી રહ્યા છે કે, આગામી ૨૫મી જૂનના રોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. ધોરણ ૧૦નું આ પરિણામ ધોરણ ૯ની સામાયિક કસોટી અને ધોરણ ૧૦ની એકમ કસોટીના આધાર તૈયાર કરવામાં આવશે.જેમા ૮૦ માર્ક્સનું મૂલ્યાંકન ધોરણ ૯ અને ધોરણ ૧૦ તથા શાળાના મૂલ્યાંકનમાંથી ૨૦ ગુણ એમ ગણતરી માંડવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટી ૪૦ ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. જે વિદ્યાર્થી ૮૦માંથી ૨૬ કે સ્કૂલના ૨૦માંથી ૭ માર્ક્સ ન મળે તો પણ તેને પાસ કરી તેની માર્ક્સશીટમાં ક્વાલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ લખી આપવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે. જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ ૧૭ જૂન જાહેર કરી છે.શાળા કક્ષાના માર્કસ બોર્ડની વેબસાઈટો પર ૮ જૂનથી ૧૭ જૂન સાંજના ૫ કલાક સુધી ભરવાના રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449