આજથી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી

ગાંધીનગર,તા.૧૬

અમદાવાદમાં શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યાં છે. અમદાવાદ શહેરના નાગરિકોને ગુરુવારથી ગરમી અને ઉકળાટથી છૂટકારો મળે તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે આપેલા સંકેતો પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, તેમજ દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ૧૭મીથી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે. આ સિવાય ડાંગ, તાપી સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે.

બીજી બાજુ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેથી આગામી ૨ દિવસ બાદ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આજથી ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેની અસર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર સહિત મધ્ય ગુજરાતમાં વર્તાશે અને હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449