પૂર્વ ભારતીય સ્પિનર અંકિત ચૌહાણ પર લગાવેલો પ્રતિબંધ બીસીસીઆઈએ ૮ વર્ષ બાદ હટાવ્યો

મુંબઈ,તા.૧૬

પૂર્વ સ્પિનર અંકિત ચૌહાણ સ્પોટ ફિક્સીંગ ના મામલે પ્રતિબંધ થયાના લાંબા અરસા બાદ હવે તેને રાહતના સમાચાર મળ્યા છે. મુંબઇ પ્લેયર અંકિત પર લગાવેલો પ્રતિબંધ હવે બીસીસીઆઈએ હટાવી લીધો છે. મતલબ હવે તે મેદાનમાં પરત ફરવા માટે આઝાદ છે. અંકિત ચૌહાણ આઈપીએલ ૨૦૧૩ દરમ્યાન શ્રીસંત સાથે સ્પોટ ફિક્સીંગમાં દોષીત જણાયો હતો. ત્યારથી તે ક્રિકેટ રમવા માટે પ્રતિબંધીત હતો. જોકે હવે તેને રાહતના સમાચાર મળતા તેણે મીડિયાને જાણકારી તે અંગે આપી હતી.

ગત મંગળવાર સાંજે તેને એક મેઈલ બીસીસીઆઈ તરફથી મળ્યો હતો. જે તેના પર લગાવેલ પ્રતિબંધ હટાવવાને લઇને હતો. ગત વર્ષે બીસીસીઆઈના લોકપાલ નિવૃત્ત જજ ડીકે જૈન એ શ્રીસંત અને અંકિત ચૌહાણ બંને પર લગાવાલે આજીવન પ્રતિબંધની સજાને ઘટાડીને ૭ વર્ષની કરી દેવામાં આવી હતી. જે સમયગાળો પુરો થવા પર મુંબઇના આ પૂર્વ સ્પિનર પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. આઈપીએલ ૨૦૧૩ માં અંકિત ચૌહાણ શ્રીસંત સાથે રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતો.

શ્રીસંત પર લગાવાયેલો પ્રતિબંધ ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં હટી ગયો હતો. જ્યારે અંકિત ચૌહાણે તે માટે ૩ મે સુધી રાહ જોવી પડી હતી. ચૌહાણે આ મહીનાની શરુઆતમાં મુંબઇ ક્રિકેટ એસોસિયેશનને બીસીસીઆઈથી ક્લીયરન્સ લેટર મેળવવા રજૂઆત કરી હતી. જોકે ત્યારે એમસીએએ તેના મામલે દખલ કરવાથી ના ભણી હતી. એમસીએએ ચૌહાણને ઉલ્ટુ શ્રીસંતના માફક કોર્ટમાં જવાની સલાહ આપી દીધી હતી.

૩૫ વર્ષીય ડાબા હાથના સ્પિનર અંકિત ચૌહાણ એ મુંબઇ માટે ૧૮ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી છે. ચૌહાણ એ એમસીએ થી પોતાની બાબતમાં બીસીસીઆઈ સાથે વાત કરવાની અરજ કરી હતી. જોકે ત્યારે એમસીએએ તેને પાછળના વર્ષે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કેરળ ક્રિકેટ એસોસિયેશન એ શ્રીસંતને ઓફિશીયલ ક્રિકેટ રમવા માટે મંજૂરી આપી હતી. તેણે પણ શ્રીસંતની માફક કોર્ટે જવુ જોઇએ તેવી સલાહ આપી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - Shri Nutan Saurashtra


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - Shri Nutan Saurashtra


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  94089 91449